Health Tips: હીંગ મિક્સ કરી દૂધ પીવાથી મળે છે કમાલના ફાયદા, આ બીમારીઓ થશે દૂર

હીંગ દરેક વસ્તુનો સ્વાદ અને સુગંધ વધારી દે છે. હીંગનો ઉપયોગ ઘણા શાકભાજી-દાળ બનાવવા માટે કરવામાં આવે છે. હીંગને દૂધમાં મિક્સ કરી પીવાથી પણ અનેક ફાયદા મળે છે. દૂધ અને હીંગ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. હીંગને દૂધમાં મિક્સ કરી પીવાથી ઘણી બીમારીઓમાં ફાયદો મળે છે. 

પાચનમાં ફાયદાકારક

1/5
image

હીંગવાળુ દૂધ પાચન માટે ખુબ ફાયદાકારક છે. હીંગનું સેવન કબજીયાત, એસિડિટી, ગેસ અને અપચા જેવી સમસ્યા દૂર કરે છે. પાચન સાથે જોડાયેલી દરેક સમસ્યામાં રાહત અપાવે છે. 

હેડકી દૂર થઈ જશે

2/5
image

એકવાર હેડકી શરૂ થઈ જાય તો તેને રોકવી મુશ્કેલ હોય છે. જો તમને વારંવાર હેડકીની મુશ્કેલી થઈ રહી છે તો હીંગવાળુ દૂધ પીવુ ફાયદાકારક રહી શકે છે. દૂધ અને હીંગને મિક્સ કરી હેડકીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

પાઇલ્સમાં ફાયદાકારક

3/5
image

હીંગવાળુ દૂધ પાઇલ્સમાં ફાયદાકારક છે. આ દૂધ પીવાથી પાઇલ્સની મુશ્કેલીમાં આરામ મળી શકે છે. તે કડક મળને નરમ બનાવવાનું કામ કરે છે, જેનાથી દુખાવામાં પણ રાહત રહે છે. 

લિવર માયે ફાયદાકારક

4/5
image

હીંગવાળુ દૂધ લિવર માટે પણ ફાયદાકારક છે. આ દૂધ પીવાથી લીવર સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે. હીંગવાળુ દૂધ બોડીને એક્ટિવ બનાવવાનું કામ કરે છે. 

કાનના દુખાવામાં ફાયદાકારક

5/5
image

દૂધ અને હીંગને મિક્સ કાનમાં નાખવાથી કાનનો દૂખાવો દૂર થાય છે. બકરીના દૂધમાં હીંક મિક્સ કરો તો તે ઈયર ડ્રોપની જેમ કામ કરે છે. રાતભર આ ડ્રોન કાનમાં નાખીને રાખો અને સવારે સાફ કરી દો.