આજે બન્યો છે હર્ષણ યોગનો અત્યંત શુભ સંયોગ, લક્ષ્મીમાતાની કૃપાથી આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, ધન-વૈભવ વધશે

Harshan yog on friday : આજે શુક્રવારે ચંદ્રમા સિંહ ઉપરાંત કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ દિવસે હર્ષણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ પણ છે. જેનાથી આજના દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ આ શુભ યોગ કેટલીક રાશિવાળા માટે ખુબ લકી સાબિત થઈ શકે છે. આ રાશિઓને મોટી સફળતા મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. જાણો કઈ રાશિવાળા માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે....

વૃષભ રાશિ

1/5
image

વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ ખાસ રહેશે. જે પણ નિર્ણય લેશે તેના સકારાત્મક પરિણામો મળશે અને દરેક કાર્ય જોશ અને ઉત્સાહ સાથે પૂરા કરશે. વેપારમાં લાભ મેળવવા માટે જે યોજનાઓ ઘડી હતી તે પૂરી થઈ શકે છે. તથા સારો ફાયદો મળવાના સંકેત છે. નોકરીયાતોને કરિયરમાં સંતોષ પ્રાપ્ત થશે તથા આર્થિક જીવનમાં ખુબ લાભ મળશે. નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો દિવસ સારો રહેશે. સાસરિયા પક્ષે કોઈ અણબનાવ હોય તો ઉકેલ આવશે. પરિવારમાં કોઈ ખાસ મહેમાનનું આગમન થઈ શકે છે. જેનાથી ઘરનો માહોલ સારો રહેશે. લગ્નજીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે કોઈ સંપત્તિની ખરીદી કરી શકો છો. 

ઉપાય : પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટો અને પછી દેશી ઘીનો બે મોઢાવાળો દીવો પ્રગટાવો. 

કર્ક રાશિ

2/5
image

કર્ક રાશિવાળાને અનેક શુભ સમાચાર મળી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી તમે ધન કમાવવામાં સક્ષમ રહેશો અને પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં સફળ રહેશો. વેપારીઓ વેપારનો વિસ્તાર કરશે. સમય અને ઉર્જાનો ઉપયોગ યોગ્ય દિશામાં કરીને સારો નફો મેળવી શકશો. નોકરીયાતો  લક્ષ્યાંકોને મેળવવા માટે ખુબ મહેનત કરશે અને આવકના સારા સ્ત્રોત ઊભા  થશે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો પરિવારમાં બધા એકબીજાની મદદ માટે તૈયાર રહેશે અને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. વડીલોની સલાહ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માટે કામ લાગશે. 

ઉપાય : ધન સંબંધિત સમસ્યા દૂર કરવા માટે શુક્રવારે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો અને શ્રી લક્ષ્મી નારાયણનો પાઠ કરો. 

કન્યા રાશિ

3/5
image

કન્યા રાશિવાળા માટે આજનો દિવસ ફળદાયી રહેશે. માતા  લક્ષ્મીની કૃપાથી સારું એવું ધન પ્રાપ્ત થશે અને બેંક બેલેન્સમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળવાથી તમારા તમામ અધૂરા કાર્યો પૂરા થશે અને તમારી અંદર આકર્ષણનો ભાવ વધશે. જીવનના તમામ ક્ષેત્રોમાં સારી સફળતા મળશે. સારું પ્રદર્શન તમને આગળ વધવાનો રસ્તો પણ દેખાડશે. રોકાણથી સારું રિટર્ન મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરીયાતો પોતાના કામથી બધાને પ્રભાવિત કરી શકશે અને વેતનની સાથે સાથે પ્રભાવ પણ વધશે. અપરિણીતોને જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે સપનાનો સાથી મળી શકે છે. ભાગીદારીમાં વેપાર કરનારાઓને ફાયદો થઈ શકે છે. 

ઉપાય : સવારે ઉઠીને માતા લક્ષ્મીની પૂજા કરો અને શ્રીસુક્તનો પાઠ કરો તથા  કમળનું ફૂલ અર્પણ કરો. 

તુલા રાશિ

4/5
image

તુલા રાશિવાળા માટે આજનો દિવસ શાનદાર રહેશે. સંપત્તિ સંલગ્ન કોઈ મોટો સોદો કરવાની તક મળી શકે છે. આવકના સ્ત્રોત પણ વધી શકે છે. કાલે જીવનસાથી માટે કોઈ ભેટ લઈ જવાની તક મળશે જેનાથી તમારી વચ્ચે પ્રેમના નવા ફૂલ ખીલી શકે છે. કાલે તમે ઉર્જાવાન મહેસૂસ કરશો અને ઈમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત રહેશે. તેનાથી તમને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે. નોકરીયાતો આવકમાં વધારા અને કરિયરમાં સારા માટે નોકરીમાં ફેરફારની યોજના ઘડશે જેમાં તમને જલદી સફળતા મળશે. આવકના ઘણા સ્ત્રોત ખુલશે. કૌટુંબિક અને વૈવાહિક જીવન સારું રહેશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. બાળકોનો વિકાસ જોઈને ખુશી થશે. 

ઉપાય : આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે માતા લક્ષ્મીને લાલ સુહાગનો સામાન અર્પણ કરો અને લક્ષ્મી રક્ષા કવચનો પાઠ કરો. 

ધનુ રાશિ

5/5
image

ધનુ રાશિવાળા માટે આજનો દિવસ લાભકારી રહેશે. યાત્રાના માધ્યમથી સારો લાભ  થશે અને તમારી આસપાસનો માહોલ સકારાત્મક રહેશે. નોકરીયાતોને સારી તકો મળશે જે તમારા માટે લાભકારી સિદ્ધ થશે અને કરિયર તેજીથી પ્રગતિના રસ્તે આવશે. જે પોતાનો બિઝનેસ કરે છે તેમને કોઈ બિઝનેસ ડીલથી લાભ થશે અને હરિફોને કાંટાની ટક્કર આપશે. માતા લક્ષ્મીની કૃપાથી સારુ એવું ધન પ્રાપ્ત કરી શકો છો. બચત પણ કરશો. 

ઉપાય- શુક્રવારે લાલ રંગના કપડાંમાં સવા કિલો અક્ષત તમારા હાથમાં રાખો અને પછી પાંચ માળા 'ॐ श्रीं श्रीये नम मंत्र' નો જાપ કરીને પૈસા રાખનારા સ્થાન પર રાખી દો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)