લાંચિયા સરકારી બાબુઓ પર તવાઈ! ઘરમાં નોટોની થપ્પીઓ અને સોનાનો ઢગલો રાખતા ભોજક ભરાયા
Corruption Case: લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંચિયા અધિકારી પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને આખરે આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.! હાલ ભોજનની તપાસ ચાલી રહી છે. તેમના ઘરેતી લાખો રૂપિયાની રોકડ અને મોટી માત્રામાં સોનું પણ મળી આવ્યું છે. સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં છે આવા લાંચિયા બાબુઓની બૂમ. એક બાદ એક દરેકને ટાંચમાં લઈને કરવામાં આવી રહી છે સઘન તપાસ. આવા લાંચિયા સરકારી અધિકારીઓ પર લગામ લગાવવા માટે ગુજરાત સરકાર લાવવા જઈ રહી છે કડકમાં કડક કાયદો.
Corruption Case: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લાખો રૂપિયાના લાંચ કેસમાં એએમસીના પૂર્વ ટીડીઓ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ખબરો સામે આવતાની સાથે જ ખાતાકિય તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ લાંચિયા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં રાજ કરે છે આવા લાંચિયા બાબુઓ...ક્યારે લેવાશે પગલાં...???
Trending Photos