હાર્દિકે પકડ્યો કિંજલનો હાથ, જુઓ લગ્નની દરેક વિધીના ખાસ Photos
પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલે આજે સુરેન્દ્રનગરમાં કિંજલ પરીખ સાથે સાત ફેરા લીધા છે. આ સાથે જ કિંજલ પરીખ હાર્દિકની અર્ધાંગિની બની છે. ખૂબ સામાન્ય રીતે અને અંત્યત અંગત વ્યક્તિઓ અને સંબંધીઓની હાજરીમાં હાર્દિક અને કિંજલના લગ્ન સંપન્ન થયા હતા. ત્યારે બંનેએ સાત ફેરા લઈને આજીવન સાથે રહેવાના વચન લીધા હતા.
ગૌરવ પટેલ/અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલે આજે સુરેન્દ્રનગરમાં કિંજલ પરીખ સાથે સાત ફેરા લીધા છે. આ સાથે જ કિંજલ પરીખ હાર્દિકની અર્ધાંગિની બની છે. ખૂબ સામાન્ય રીતે અને અંત્યત અંગત વ્યક્તિઓ અને સંબંધીઓની હાજરીમાં હાર્દિક અને કિંજલના લગ્ન સંપન્ન થયા હતા. ત્યારે બંનેએ સાત ફેરા લઈને આજીવન સાથે રહેવાના વચન લીધા હતા.
સોળે શણગાર સજી હતી હાર્દિકની દુલ્હન કિંજલ
હાર્દિકે એકદમ સાદગીથી લગ્ન કરવાનું નક્કી કરેલું હોઈ તેના લગ્નની ચોરી પણ સાદગીથી સજાવવામાં આવી હતી
હાર્દિકે બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે હવે લગ્ન જીવન શરૂ કરશે.
વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે વિરમગામથી વર અને કન્યા પક્ષ દિગસર જવા રવાના થયો હતો.
અત્યંત સાદાઈ પૂર્વક લગ્નવિધિ યોજાવાની હતી. ત્યારે હવે ચર્ચાઈ રહ્યું છે કે, લગ્ન બાદ આગામી સમયમાં હાર્દિક પટેલ એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે કે નહિ. જેમાં પાટીદાર આગેવાનો તથા રાજકીય ક્ષેત્રના લોકો હાજરી આપી શકે છે.
હાર્દિક અને કિંજલના હસ્તમેળાપ લાભ અને અમ્રત ચોઘડિયામાં થયા હતા. સવારે 9થી 12ની વચ્ચે લગ્નવિધિઓ યોજાઈ હતી.
લગ્ન મંડપે પહોંચેલા હાર્દિકને કિંજલ દ્વારા હાર પહેરાવાયો હતો. ત્યારે પરંપરા મુજબ જમાઈની નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી અને હાર્દિકના સાસુ દ્વારા હાર્દિકનું નાક ખેંચવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકના લગ્ન અત્યંત સાદગીથી અને જૂજ મહેમાનોની હાજરીમાં થયા હતા. જેમાં અન્ય લોકોને અંદર જવાની મનાઈ ફરમાવાઈ છે.
ગઈકાલે રાત્રે હાર્દિકના લગ્નના ગરબાની રસમ રાખવામાં આવી હતી. જેમાં હાર્દિક પણ ગરબે ઘૂમ્યો હતો.
કિંજલ પરીખના પિતાએ ઝી 24 કલાકની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ હાર્દિક પટેલના પરિવારને ઘણા વર્ષોથી ઓળખે છે અને હવે સંબંધી બનશે.
Trending Photos