હાર્દિકનું હાર્દિક સ્વાગત : સંસ્કારી નગરીના હીરોનો રોડ શો, BMWમાં પરિવાર સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રી

Hardik Pandya Grand Rally In Vadodara : વડોદરામાં બ્લૂ જર્સીમાં હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો, એક કલાક બાદ સેલ્ફ ડ્રાઈવ કરી BMWમાં પરિવાર સાથે એન્ટ્રી મારી, ત્રિરંગા સાથે મોટી સંખ્યામાં વડોદરાના રસ્તા પર ચાહકોની ભીડ

1/6
image

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે ટી20 વર્લ્ડકપમાં જીત બાદ સૌપ્રથમ વખત વતન વડોદરામાં આવી પહોંચ્યો છે. ઓપન બસમાં હાર્દિક પંડ્યા, ભાઈ કૃણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યા સાથે જોવા મળ્યા. આ માહોલ જોઈને લોકોને મુંબઈની વિક્ટરી રેલી યાદ આવી ગઈ. 

2/6
image

હાર્દિક પંડ્યાની ઝલક મેળવવા મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા છે. માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ટી 20 ક્રિકેટ વિશ્વ કપ (ICC Men’s T20 World Cup) જીત્યા બાદ ભારતીય ટીમના પ્લેયર અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનું વડોદરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. 

3/6
image

વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભવ્ય સ્વાગતની તૈયારી કરાઈ છે. ટી 20 વિશ્વ કપ જીત્યા બાદ પહેલીવાર વડોદરા આવ્યો છે હાર્દિક પંડ્યા. ત્યારે ઓપન ડબલ ડેકર બસમાં હાર્દિક પંડ્યાનો રોડ શો નીકળ્યો છે. બસની ચારે બાજુ હાર્દિક પંડ્યાના પોસ્ટર લગાવાયા છે. ક્રિકેટપ્રેમીઓમાં બસ આકર્ષણનું કેન્દ્ર બની છે.   

4/6
image

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રોડ શોને લઈ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. કેટલા રસ્તાઓ બંધ રહેશે તેના વિશે જાણકારી આપી હતી. 

પંડ્યા બ્રધર્સ મૂળ વડોદરાના 

5/6
image

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મૂળ વડોદરાના ક્રિકેટર્સ છે. બંને ભાઈઓનો વડોદરા પ્રત્યેનો પ્રેમ અનેરો છે. તેઓ સમયાંતરે વડોદરા આવતા રહે છે. 

6/6
image