Valentine Week List 2022: આવી ગયો પ્રેમનો તહેવાર, કયા દિવસે શું કરવું તે જાણી લો નહીં તો આ વર્ષે પણ એકલા રહી જશો!

નવી દિલ્લી:  વેલેન્ટાઈન વીક હવે શરૂ થવાની તૈયારી છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગિફ્ટ શોપ હોય કે પછી ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટ, બધાએ ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવાની શરૂ કરી દીધી છે. જેથી પ્રેમી પંખીડા આ વીકને સારી રીતે સેલિબ્રેટ કરી શકે. જે પ્રમાણે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગે છે. તેવી જ રીતે લવર્સ વેલેન્ટાઈન વીક નજીક આવતાં જ નવર્સ થઈ જાય છે કે તે પોતાના સમવન સ્પેશિયલને કેવી રીતે સ્પેશિયલ ગિફ્ટ આપીને સારું ફીલ કરાવશે અને દરેક દિવસને કઈ રીતે ખાસ બનાવશે. જો તમે પણ તમારા પાર્ટનર માટે આ વેલેન્ટાઈન વીકને ખાસ બનાવવા માગો છો તો વેલેન્ટાઈન વીક યાદીની સાથે તે ખાસ દિવસને યાદગાર બનાવી શકો છો.

રોઝ ડે, 7 ફેબ્રુઆરી:

1/8
image

આ દિવસે કપલ્સ એકબીજાને લાલ ગુલાબ આપીને પોતાની ફિલિંગ્સ શેર કરે છે. મોટાભાગના કિસ્સામાં જોવા મળે છે કે યુવક પોતાની પાર્ટનરને ફૂલ આપે છે. પરંતુ જો  આ દિવસે યુવતીઓ પણ પોતાના પાર્ટનરને રોઝ આપે છે. તેના કારણે આ દિવસ વધારે સ્પેશિયલ બની જશે. આ દિવસને ખાસ બનાવવા માટે જો તમે પાર્ટનરને મળશો તો તેને ફૂલ આપી શકો છો કે પછી કોઈ બુકે આપી શકો છો. પરંતુ જો કોઈ કારણથી મળી શકતા નથી તો કંઈક ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મથી ગુલાબ યુવતી સુધી પહોંચાડી શકો છો.

પ્રપોઝ ડે, 8 ફેબ્રુઆરી:

2/8
image

પ્રપોઝ ડે વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસે બધા પોતાની પસંદગીની યુવતી કે યુવકને પ્રપોઝ કરે છે. કહેવામાં આવે છેકે આ પ્રપોઝ કરવા માટે સૌથી સારો દિવસ હોય છે. આ દિવસે જો તમે કોઈ ખાસ વ્યક્તિને પ્રપોઝ કરવા માગો છો તો કોઈ રોમેન્ટિક જગ્યા પર તેને પ્રપોઝ કરી શકો છો.  જો તમે કોઈ કારણથી મળી શકતા નથી તો વીડિયો કોલ્સ પર પોતાના દિલની વાત કહી શકો છો.

ચોકલેટ ડે, 9 ફેબ્રુઆરી:

3/8
image

વેલેન્ટાઈન વીક ડેના ત્રીજા દિવસને ચોકલેટ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પાર્ટનરને ચોકલેટ આપીને આ દિવસને ખાસ બનાવી શકો છો. જો તમે આ દિવસને ખાસ બનાવવા માગો છો તો પોતાના હાથથી બનાવેલી ચોકલેટ આપી શકો છો. જેને મેળવીને તમારી પાર્ટનર ઘણી ખુશ થઈ જશે.

ટેડી ડે, 10 ફેબ્રુઆરી:

4/8
image

આ દિવસે પોતાની પાર્ટનરને ટેડી ગિફ્ટ કરવું ઘણું સારું હોય છે. યુવતીઓને ટેડી ઘણું પસંદ આવે છે. જો તમે તમારી પાર્ટનરને ટેડી ગિફ્ટ કરો છો તો યાદ રાખો ગુલાબી કે લાલ રંગનું ટેડી ગિફ્ટ કરો. જે તેને વધુ પસંદ આવશે. તેનું કારણ એ છે કે યુવતીઓને લાલ અને ગુલાબી રંગ ઘણો પસંદ હોય છે.

પ્રોમિસ ડે, 11 ફેબ્રુઆરી:

5/8
image

વેલેન્ટાઈન ડેના પાંચમા દિવસને પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ એકબીજાને કંઈક પ્રોમિસ કરે છે. અને તેને નિભાવે છે. જો તમે પણ પોતાની પાર્ટનરને કંઈક પ્રોમિસ કરવા માગો છો તો યાદ રાખો પ્રોમિસ કરતા સમયે અને દિલની વાત કહેતા સમયે આંખથી આંખ મેળવીને વાત કરો. ગર્લ્સને એવા લોકો પસંદ હોય છે જે વિશ્વાસની સાથે તેમની આંખમાં આંખ નાંખીને વાત કરે.

હગ ડે, 12 ફેબ્રુઆરી:

6/8
image

ગળે મળવું એટલે હગ કરવાના અલગ-અલગ અર્થ હોય છે. કેટલાંક લોકો એકબીજાથી અલગ થતાં સમયે હગ કરે છે. તો કેટલાંક દોસ્તીમાં હગ કરે છે. પરંતુ વેલેન્ટાઈન વીકમાં તમે તમારા પાર્ટનરને પ્રેમથી ભરપૂર હગ કરીને પોતાના પ્રેમને વધારે મજબૂત કરી શકો છો.

કિસ ડે, 13 ફેબ્રુઆરી:

7/8
image

આ દિવસને કિસ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. કિસ ડેના દિવસે પોતાના પાર્ટનરને કિસ કરીને તેને ખાસ હોવાનો અહેસાસ કરાવી શકો છો.

વેલેન્ટાઈન ડે, 14 ફેબ્રુઆરી:

8/8
image

ફાઈનલી 14 ફેબ્રુઆરીએ તે દિવસ હોય છે. જેની બધી આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે તમે પાર્ટનરની સાથે રોમેન્ટિક લંચ પર જઈ શકો છો કે પછી લોંગ રાઈડ પર જઈ શકો છો. પાર્ટનર સાથે મળીને આ દિવસને ખાસ બનાવો. પરંતુ જો કોઈ કારણથી મળી શકતા નથી તો વર્ચ્યુઅલી તેને ખાસ બનાવવાનો જરૂર પ્રયાસ કરો. તમે બંને માટે ફૂડ ઓર્ડર કરો અને પછી સાથે વીડિયોકોલ પર એકસાથે લંચ કરી શકો છો.