રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે સંકટમોચક બની શકે છે આ 'હનુમાન'

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જાટ ફેક્ટર એવું છે કે જે સરકાર બનાવવામાં અને બગાડવામાં બંનેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નવી દિલ્હી/જોધપુર: પરંતુ જોધપુરની સરદારપુર બેઠક કે જ્યાંથી અશોક ગહલોત પોતે ઉમેદવાર છે અને જોધપુર સીટીની બેઠક કે જ્યાથી મનીષા પવાર ઉમેદવાર છે તેમને છોડીને પાર્ટી જાત મતો માટે સંઘર્ષ કરે તેવી સ્થિતિ છે. તેની પાછળનું કારણ જાટ નેતા હનુમાન બેનીવાલ ગણવામાં આવે છે. તેમની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી જાટ મતોને એક બાજુ કરતી જોવા મળી રહી છે. 

1/5
image

રાજસ્થાનમાં વિધાનસભાની 200 જેટલી બેઠકો છે. જેમાંથી 55 બેઠકો પર જાટ પ્રજાનો પ્રભાવ ગણાય છે. આ વખતે ચૂંટણીમાં પહેલા એવું લાગતું હતું કે જાટ મતદારો કોંગ્રેસ સાથે છે. પરંતુ આ દરમિયાન હનુમાન બેનીવાલ પોતાની પાર્ટી સાથે મેદાનમાં આવી ગયાં અને આખુ સમીકરણ બદલાઈ ગયું. જો કે એવો આરોપ લાગી રહ્યો છે કે તેઓ ભાજપના મોહરા તરીકે લડી રહ્યાં છે. આમ છતાં તેમને કેટલો પ્રભાવ પડશે તે તો 7 ડિસેમ્બરના મતદાન અને 11 ડિસેમ્બરે પરિણામમાં જ જોવા મળશે. 

2/5
image

જોધપુર સંસદીય બેઠકની વાત કરીએ તો વર્ષ 2013ની ચૂંટણીમાં અહીંની 8 વિધાનસભા બેઠકમાંથી 7 ભાજપે જીતી હતી. તેમાં ફક્ત અશોક ગહલોત જ એક એવા હતાં જેઓ પોતાની બેઠક જીતવામાં સફળ થયા હતાં. અહીં જાટ મતોની સંખ્યા વધુ છે અને બેનીવાલ પોતાની જાહેર સભામાં સતત નિરાશ અને બેરોજગાર યુવકોની વાત કરે છે.   

3/5
image

બેનીવાલના હેલિકોપ્ટર ઉપર પણ ઉઠ્યા સવાલ: ભાજપથી અલગ થઈને ચૂંટણી લડતા બેનીવાલની સભાઓમાં ભીડ ઉમટે છે. જાટ યુવાઓની સંખ્યા ખુબ વધુ રહી છે. તેનાથી કોંગ્રેસની ચિંતા પણ વધતી જોવા મળી રહી છે. પરંતુ હવે તેઓ હેલિકોપ્ટરથી એક સ્થાનથી બીજા સ્થાને જાય છે. ત્યારે નવી ચર્ચા જોવા મળી રહી છે. એવો સવાલ ઉઠે છે કે એક ખેડૂત નેતા પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે કે તેઓ 3 લાખ રૂપિયા પ્રતિ કલાક ભાડુ ચૂકવીને હેલિકોપ્ટરમાં ફરી રહ્યાં છે. 

4/5
image

જો કે કોંગ્રેસનું કહેવું છે કે આવનારા કેટલાક દિવસોમાં જાટ મતો કોંગ્રેસ તરફથી પલટાઈ જશે. તેમનું કહેવું છે કે જાટ મૂળ ખેડૂત હોય છે. તેઓ ભાજપથી નારાજ છે. આવામાં તેમની જે સહાયતા કરશે તેમણે  તેમને જ મત આપવો જોઈએ. જાટ મહાસભાએ તો કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. 

5/5
image

હનુમાન બેનીવાલની વિશ્વસનીયતા ઉપર એટલા માટે પણ સવાલ ઉઠી રહ્યાં છે કારણ કે તેમની પાર્ટીએ ભાજપના મોટા નેતાઓ વિરુદ્ધ ઉમેદવારો ઉતાર્યા નથી. ઝાલારપાટનથી વસુંધરા રાજે હોય કે પછી ટોંકથી યુનુસ ખાન, ચુરુથી રાજેન્દ્ર રાઠોડ કે પછી લોહાવતથી ગજેન્દ્રસિંહ ખિમસર. આ તમામ બેઠકો પર હનુમાન બેનીવાલે ઉમેદવાર ઉતાર્યા નથી. લોકોનું કહેવું છે કે તેમની એવી કોશિશ છે કે તેઓ ભાજપને કોંગ્રેસથી જે નુકસાન થઈ રહ્યું છે તેને ઓછું કરી શકે.