આ વસ્તુઓ ખાવાથી ખૂબ જ થાય છે Hair Fall, ખાતા હોય તો આજથી જ બદલો આદત
Hair Care Tips: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ખરતાં વાળની સમસ્યાથી પરેશાન જોવા મળે છે. વાળ ખરવાની સમસ્યા દરેક ઋતુમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ લોકોની ખરાબ લાઈફસ્ટાઈલ હોય છે. આ સિવાય કેટલી વસ્તુઓ પણ એવી છે જેનું સેવન કરવાના કારણે પણ વાળ વધારે ખરે છે. આ પ્રકારનો આહાર વાળ ખરવાની સમસ્યાને વધારે છે. આ વસ્તુઓથી દુર રહેવાથી વાળ ખરવાની સમસ્યાથી બચી શકાય છે.
Fish
માછલીમાં મર્કરી હોય છે તેથી જો તમે તેનું સેવન વધારે પ્રમાણમાં કરો છો તો તમને વાળ ખરવાની વકરી શકે છે. જો તમને પહેલાથી જ વાળ ખરવાની સમસ્યા છે તો માછલીનું સેવન કરવાનું ટાળો.
Alcohol
આલ્કોહોલના વધુ પડતા સેવનના કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે, તેથી તેનું સેવન પણ ટાળવું જોઈએ.
Junk Food
જંક ફૂડ ખાવાથી શરીરને નુકસાન થાય છે. જો તમે જંક ફૂડનું સેવન વધુ કરો છો તો વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.
Eggs
ઈંડાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. પરંતુ ઈંડાના સફેદ ભાગને ખાવાથી વાળ ખરવાની ફરિયાદ થઈ શકે છે. કારણ કે તેને ખાવાથી શરીરમાં બાયોટિનની ઉણપ સર્જાઈ શકે છે.
Cold Drinks
ઘણા લોકોને કોલ્ડડ્રીક્સ અને સોડા પીવાનો ભારે શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન કરવાથી વાળ ખરવા લાગે છે?
Sweets
વધુ મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યા થવાની સાથે વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.
Trending Photos