Hair Care Tips: આ સરળ ઉપાય અપનાવો, સફેદ વાળ થઈ જશે કાળા

Hair Care Tips: વધતી ઉંમરની સાથે સફેદ વાળ થવા સામાન્ય વાત છે. પરંતુ નાની ઉંમરમાં સફેદ વાળ થવા લાગે તો તે ચિંતાનો વિષય છે. નિષ્ણાંતો અનુસાર વાળની સમસ્યા કોટા ખાન-પાન, ખરાબ દિનચર્ચા અને તણાવને કારણે થાય છે. આ સિવાય શરીરમાં વિટામિન સીની કમીને કારણે વાળ સફેદ થવા લાગે છે. તેવામાં આજે અમે તમને સફેદ વાળને કાળા કરવાના કેટલાક ઉપાય જણાવી રહ્યાં છીએ.

प्याज

1/7
image

સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર ડુંગળી સફેદ વાળને કાળા કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તે માટે ડુંગળીનો રસ લો. ત્યારબાદ વાળની મસાજ કરો. જ્યારે વાળ સૂકાય જાય તો સામાન્ય પાણીથી દોઈ લો. આ ઉપાયને સપ્તાહમાં બે વખત કરો.

 

2/7
image

ડુંગળીનો રસ એન્ટીઓક્સીડેન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તેવામાં વાળ પર ડુંગળી લગાવવાથી તમે ખરતા વાળ અને સ્કેલ્પ ડેન્ડ્રફથી છૂટકારો મેળવી શકો છો. આ સિવાય ડુંગળીના રસમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ તત્વ પણ હોય છે.

 

નાળિયેર તેલ અને ડુંગળી

3/7
image

તમે વાળમાં ડુંગળીનો રસ લગાવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. તે માટે નાળિયેર તેલ અને ડુંગળીના રસને બરાબર માત્રામાં મિક્સ કરો. ત્યારબાદ તમારા વાળમાં લગાવો. સપ્તાહમાં બે વખત આમ કરવાથી વાળ કાળા અને મજબૂત થઈ શકે છે. 

 

મહેંદી અને ડુંગળી

4/7
image

નાળિયેરના તેલ સિવાય વાળમાં મહેંદીની સાથે ડુંગળીનો રસ લગાવવાથી ફાયદો થઈ શકે છે. સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે મહેંદીમાં ડુંગળીનો રસ મિક્સ કરી લગાવી શકો છો. તે માટે ચાનું પાણી અને ડુંગળીનો રસ લો અને મહેંદીમાં મિક્સ કરી દો. ત્યારબાદ આ પેસ્ટને વાળમાં લગાવો.  

આંબળા

5/7
image

આંબળાને વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આંબળાના વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવનથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી વાળની સમસ્યામાં રાહત મળી શકે છે. આંબળાને પીસીને વાળ પર લગાવવાથી સફેદ વાળ કાળા થઈ શકે છે.

 

માત્ર નાળિયેર તેલ

6/7
image

સ્વાસ્થ્ય નિષ્ણાંતો પ્રમાણે નાળિયેર તેલ વાળ માટે ફાયદાકારક છે. રિસર્ચ પ્રમાણે નાળિયેર તેલ લગાવવાથી વાળ કાળા, જાડા અને લાંબા થાય છે. તેનાથી સફેદ વાળની સમસ્યાથી રાહત મળે છે. આ સિવાય તમે સપ્તાહમાં બે વખત નાળિયેરના તેલથી મસાજ કરો.  

7/7
image

તમે ઘરમાં સરળતાથી ડુંગળીનો રસ બનાવી શકો છો. તે માટે ડુંગળીના ટુકડા કરી પીસી લો. ત્યારબાદ કપડામાં પેસ્ટ નાખી તેનો રસ નીચવી લો. આ રીતે ડુંગળીનો રસ સરળતાથી નિકળી જશે. 

(डिस्क्लेमर- यहां हम आपको सामान्य जानकारी बता रहे हैं. हम इस संबंध में कोई दावा नहीं कर रहे हैं. अगर आपको किसी भी तरह की परेशानी हो तो डॉक्टर या डाइटीशियन से जरूर सलाह लें.)