મહેશ કનોડિયાએ લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયું, ત્યારે દીદીએ કનોડિયા ભાઈઓને ઘરે આમંત્રણ આપ્યું હતું

મહેશ કનોડિયા 26 વિવિધ પ્રકારના અવાજમાં ગાઈ શક્તા હતા. તેમના અવાજનો જાદુ લશા મંગેશકર પર પણ છવાયો હતો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતી ફિલ્મ જગતનો વધુ એક સિતારો ખર્યો છે. ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયા (Mahesh Kanodia) નું દુખદ નિધન થયું છે. તેઓ ગુજરાતી પ્રખ્યાત અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ હતા. લાંબી માંદગી બાદ ગાંધીનગરના તેમના નિવાસસ્થાને તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી છે. 

લતા મંગેશકર પણ મહેશ કનોડિયાના ફેન હતા

1/4
image

મહેશ કનોડિયાએ પોતાની કરિયરમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં ગાયક તરીકે કામ કર્યું છે. તેઓ 3 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 26 વિવિધ પ્રકારના અવાજમાં ગાઈ શક્તા હતા. તેમના અવાજનો જાદુ લશા મંગેશકર પર પણ છવાયો હતો. મહેશ કનોડિયાએ એકવાર લતા મંગેશકરના અવાજમાં ગીત ગાયુ હતું. ત્યારે લતા મંગેશકર તેમનો અવાજ સાંભળી એટલા પ્રભાવિત થયા હતા કે, પોતાના જન્મદિવસે મહેશ કનોડિયાને જમવા બોલાવ્યા હતા. લતા મંગેશકરે બંને ભાઈઓને પોતાના ઘરે બોલાવીને એમના ગીતો સાંભળ્યા હતા.

સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા મહેશ કનોડિયા

2/4
image

મહેશ કનોડિયા કારમો સંઘર્ષ કરીને આગળ આવ્યા હતા. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. જેમાં તેઓ નાના પ્રોગ્રામ આપતા હતા. ગામેગામ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યાં. તેઓ સ્ત્રીઓના અવાજમાં પણ ગાતા હતા. તેમની આ આવડત પોપ્યુલર બની ગઈ. જેથી તેમના પ્રોગ્રામ સફળ થવા લાગ્યા. 80ના દાયકોમાં ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. તેમની વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપ્યું છે. . 

મહિલાઓના અવાજે ગાઈ શક્તા હતા મહેશ કનોડિયા

3/4
image

પહેલા લોકગીત આધારિત સંગીત હતું, તેને વધુ આધુનિક બનાવવામાં મહેશ કનોડિયાનો મોટો ફાળો છે. ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય...’ ગીતમાં તેમનું સંગીત છે. આ ગીતમાં જે મહિલાનો અવાજ છે તે મહેશ કનોડિયાનો પોતાનો છે, જ્યારે મેલ વોઈસ પ્રફુલ દવેનો છે. 

ગરીબ કુટુંબમાંથી આવતા કનોડિયા ભાઈઓનો સંઘર્ષ મોટો રહ્યો

4/4
image

મહેશ કનોડિયા તેમના પરિવારના સૌથી મોટા પુત્ર હતા. ચાર ભાઈ અને ત્રણ બહેનોનું પરિવાર હતુ. તેથી પરિવારને સંભાળવાની જવાબદારી મહેશ કનોડિયાના શિરે હતી. શરૂઆતના દિવસોમાં તેઓએ મુંબઈમાં વણાટકામના કામ પણ કર્યું હતું. જેના બાદ તેઓ સંગીતની દુનિયા તરફ વળ્યા હતા. ભાઈ નરેશ કનોડિયાને ગુજરાતી ફિલ્મ જગતમાં લાવવામાં મહેશ કનોડિયાનો મોટો રોલ છે.