કિંજલ દવેના ચાહકો માટે આઘાતજનક સમાચાર, તૂટી ગઈ સિંગરની સગાઈ

Kinjal Dave Engagement : પાંચ વર્ષ પહેલા કિંજલની સગાઈ પવન જોશી સાથે થઈ હતી, જેના બાદ બંને સતત લાઈમલાઈટમાં રહ્યાં, અને હવે તેમની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે

1/8
image

ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે. સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

2/8
image

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. 

3/8
image

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. બાદથી કિંજલ દવેનો સિતારો બુલંદ નીકળ્યો. 

4/8
image

પવન જોશીએ કિંજલ દવેનો બાળપણના મિત્ર હતા. તેમની જ્યારે સગાઈ થઈ હતી ત્યારે તેમનાં ગામડે ખૂબ જ સાદગી રીતે ઉજવાઈ હતી. પવન અને કિંજલનું બોન્ડિંગ ખૂબ જ સારું હતું. બંને એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહેતા હતા. સગાઈ બાદથી પવન અને કિંજલ સાથે દરેક પ્રોગામમાં કે કોઈપણ પ્રકારની ટ્રીપમાં સાથે જ જોવા મળતા હતા. તેમની દૂબઈની ટ્રીપની તસવીરોએ પણ બહુ જ ચર્ચા જગાવી હતી. 

5/8
image

6/8
image

7/8
image

8/8
image