કેમ આખી દુનિયાથી અદભુત છે ગુજરાત? જાણો એવું શું છે જે ખાલી ગુજરાતમાં જ છે

Gujarat Day 2024: આજે ગુજરાતનો સ્થાપના દિવસ. આજના જ દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઈ હતી. ત્યારે જાણીએ કઈ-કઈ બાબતો માટે દુનિયાભરમાં જાણીતું છે ગુજરાત...

1/8
image

જ્યાં જ્યાં વસે ગુજરાતી...ત્યાં સદાકાળ ગુજરાત...છેલ છબિલો ગુજરાતી હું છેલ છબિલો ગુજરાતી...આ પંકિતીઓ ગુજરાતની અસ્મિતા, ગુજરાતના વૈભવ, વારસા અને વિરાસતની વાત યાદ અપાવે છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે જાણીએ કે ગુજરાતની એવી કઈ કઈ વસ્તુઓ છે જે દેશ અને દુનિયાભરમાં ફેમસ છે. જેનાથી આકર્ષાઈને દુનિયાભરના લોકો અહીંની ધરતી પર આવે છે. 

2/8
image

આ સાથે જ છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો ભારતનું નેતૃત્વ પણ એક ગુજરાતી કરે છે. એ ગુજરાતીનું આજે સાતસમુંદર પાર દુનિયાભરના દેશોમાં ગૂંજતું જોવા મળે છે. આમ, ગુજરાતીઓના વિકાસ અને વિસ્તારની કોઈ જ સીમા નથી. 

ગુજરાતી ફૂડ-પરંપરાગત ગુજરાતીઓનું ભોજનઃ

3/8
image

ગુજરાતનું ભોજન પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમની ખાસ વાત છે અહીં મોટા અનાજ અને દરદરા લોટનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેને આપણે ભૈડેલો લોટ પણ કહીએ છીએ. આ સાથે જ અહીં કઠોળનો પણ વધુ ઉપયોગ કરવામાં આવે છે. એની સાથો સાથ અહીં મેથી અને આથાવાળી પ્રક્રિયાથી બનતી વસ્તુઓ પણ ફેમસ છે. - ખમણ ધોકળા - હાંડવો - ખાંડવી - દાળ-ઢોકળી - ઢેબરા - મેથીના મુઠીયા - ગાંઠિયા અને ફાફડા - ચોળાફળી

ગુજરાત-ગુજરાતના પ્રવાસન સ્થળોમાં જોવાલાયક સ્થળોઃ

4/8
image

ગુજરાતમાં ફરવા જેવું ઘણું છે. અહીં મંદિર છે, જંગલ છે અને રણ પણ છે. દર વર્ષની જેમ લાખો લોકો આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. -સોમનાથ મંદિર -સતપુરા હિલ સ્ટેશન -દ્વારકાધીશ મંદિર -સાબરમતી આશ્રમ -કચ્છનો રણ -ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

5/8
image

એવું કહેવાય છેકે, કચ્છના રણથી લઈને રંગબેરંગી પાઘડીઓ સુધી, આ રાજ્ય વિશ્વભરમાં ઐતિહાસિક વિરાસત, વૈભવ, વારસો, સંસ્કૃતિ, પરંપરા, કલા, સાહિત્ય સહિત પોતાની અનેક દુર્લભ વસ્તુઓ માટે પ્રખ્યાત છે. અહીં તમે લોકોના કપડાં અને ખાણીપીણીમાં સુંદર વિવિધતા જોઈ શકો છો.

6/8
image

અહીંના લોકોના કપડાંમાં પણ તમને એકસાથે અનેક રંગો અને ડિઝાઇન જોવા મળશે. પીએમ મોદી પોતે મોટોભાગે ગુજરાતી પહેરવેશમાં જોવા મળે છે. તો આજે ગુજરાત દિવસે જાણીએ એવી વસ્તુઓ વિશે જે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ઘણા લોકો તેની નકલ પણ કરે છે. જાણો દુનિયાભરમાં કઈ કઈ વસ્તુઓ માટે જાણીતું છે ગુજરાત....

7/8
image

ગુજરાત એક વિકાસની દિશામાં વાયુવેગે હરળફાળ ભરતું મોજીલું રાજ્ય છે. ગુજરાત પોતાના અનેક રંગોમાં રંગાયેલું રંગીન મિજાજી રાજ્ય છે. જ્યાં તમને પર્યટનથી લઈને ખાણીપીણી સુધી દરેક જગ્યાએ વિવિધતા જોવા મળશે.

ગુજરાતના પરંપરાગત કપડાં કેવા છે?

8/8
image

પુરૂષો માટે ગુજરાતી પરંપરાગત પહેરવેશ ધોતી અને કુર્તા છે, જેની સાથે તેઓ હંમેશા ફાંટો, એક પ્રકારની પાઘડી પહેરે છે. તહેવારો પર, વ્યક્તિ હાથથી ભરતકામ કરેલું કેડિયુ અને ચોર્નો પહેરે છે. તેથી, સ્ત્રીઓ રંગબેરંગી કમરબંધ સાથે ચણીયા ચોલી અથવા ઘાગરા ચોલી પહેરે છે. ખરેખર, ચુન્નીને ઉડવાથી બચાવવા માટે, ચુન્નીની ઉપર કમરબંધ બાંધવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતી પટોળાની સાડી વિશ્વભરમાં પ્રખ્યાત છે.