Ahmedabad Property: સાવ સસ્તામાં સારું ઘર લેવાની છેલ્લી તક, અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર ગાડીના ભાવમાં ઘર!

Ahmedabad Residence: ગુજરાતમાં હવે અમદાવાદમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. હવે શેર બજાર કરતા પણ વધારે ઝડપથી વધી રહ્યાં છે અમદાવાદમાં મકાનોના ભાવ. આવી સ્થિતિની વચ્ચે શહેરના પોશ વિસ્તારમાં જબરદસ્ત લોકેશન પર સાવ સસ્તામાં મળી જશે તમારા સપનાનું ઘર. આ ઓછા મકાનોની સ્કીમ હોવાથી લેવા માટે થઈ રહી છે પડાપડી. જાણો વિગતવાર માહિતી...

13 માળના 569 મકાન બનશે

1/11
image

30 લાખમાં મળશે 2.5 BHK ફ્લેટ:અમદાવાદના પોશ વિસ્તારમાં બની રહ્યું છે 13 માળના 569 મકાન બનશે, મીની ક્લબ હાઉસથી લઈ ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ

13 માળનું ટાવર

2/11
image

598 આવાસ સાથેનું 13 માળનું ટાવર બનાવાશે, એક મકાનની કિંમત અંદાજે 30 લાખની આસપાસ રાખવામાં આવી છે.

મકાનો માટે ફોર્મ બહાર પડાશે

3/11
image

આ સાથે આવાસમાં મિની ક્લબ હાઉસ, જીમ, ગેમઝોન, ગાર્ડન સહિતની સુવિધા ધરાવતા મકાનો બનાવવા માટે દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. દરખાસ્તને લીલીઝંડી અપાયા પછી ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. આવાસ યોજનાના મકાનો માટે ફોર્મ બહાર પડાશે અને ડ્રો કરવામાં આવશે. 

ચાંદખેડામાં IOC રોડ બનશે મકાન

4/11
image

અમદાવાદમાં મધ્યમ વર્ગીય પરિવાર (LIG) માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે 2.5 BHK ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ચાંદખેડામાં IOC રોડ નજીક 569 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવનાર છે. 

37,000 એરિયામાં મકાનો બનાવાશે

5/11
image

ચાંદખેડામાં દેવપ્રિયા હોસ્પિટલ પાસે આવેલા પ્લોટમાં AMC દ્વારા 598 જેટલા 61 ચો.મી.ના મોટા મકાનો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અંદાજિત 37,000 એરિયામાં મકાનો બનાવાશે.

2.5 BHK ફ્લેટ

6/11
image

અમદાવાદમાં મધ્યમ વર્ગીય પરિવાર (LIG) માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે 2.5 BHK ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ચાંદખેડામાં IOC રોડ નજીક 569 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવનાર છે.   

100 કરોડથી વધુનો થશે ખર્ચ

7/11
image

13 માળના 61 ચોરસ મીટરના ફ્લેટ બનાવવામાં આવશે. મીની ક્લબ હાઉસ, જીમ, ગેમઝોન અને ગાર્ડન સહિતની સુવિધા સાથેના મકાનો બનાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડથી વધુના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવવા આર.જે.પી ઈન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કામગીરી સોંપવાની દરખાસ્ત મુકવામાં આવી છે.

13 માળના મકાનો બનશે

8/11
image

હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા દેવપ્રિયા હોસ્પિટલ પાસે આવેલા પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 569 જેટલા 61 ચોરસ મીટરના મોટા મકાનો બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંદાજે 37,000 ચોરસ મીટર કાર્પેટ એરિયામાં 13 માળના મકાનો બનાવવામાં આવશે.  

મકાનની કિંમત આટલી રહેશે

9/11
image

ખાનગી સોસાયટી અને ફ્લેટ જેવા જ અધ્યતન રહેણાંક મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે. 1 મકાનની કિંમત અંદાજે 30 લાખ રૂપિયા જેટલી હશે. જે બજાર કિંમત કરતાં ઘણી ઓછી છે.

સૌથી સસ્તા ઘર

10/11
image

ગુરુવારે દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી બાંધકામ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે બાદ આવાસ યોજનાના મકાનો માટે ફોર્મ બહાર પાડવામાં આવશે.જે ફોર્મ ભર્યા બાદ હરાજી પ્રક્રિયા કરાશે. અહીં સૌથી સસ્તામાં ઘર મળે છે. 

આવાસ મકાનો માટે ફોર્મ બહાર પડશેઃ

11/11
image

આવાસ મકાનો માટે ફોર્મ બહાર પડશેઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 27101 પ્રતિ ચોરસ મીટરના ભાવે આરજેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે.