ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં અંબાલાલની ભૂક્કા બોલાવી દે તેવી આગાહી, આ વિસ્તારોમાં 10 ઈંચ સુધીનો વરસાદ પડશે!

Ambalal Patel heavy rainfall forecast: આગામી 72 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી છે.  2 થી 4 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય બંગાળની ખાડીમાં દીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા દર્શાવી છે. અરબસાગરના ભેજ અને પશ્ચિમ ભારતમાં ફુંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા બતાવી છે. બંગાળના ઉપસાગરના દીપ ડિપ્રેશનના લીધે મધ્ય ભારત,  રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક  ભાગો અને, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. 

1/6
image

વરસાદના ચોથા રાઉન્ડનેલઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો અને આ વખતે મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે. વરસાદના અગાઉના ચોથા રાઉન્ડ ભયાનક આવ્યા છે અને હવે આવનારો ચોથો રાઉન્ડ પણ રાજ્યમાં ધડબડાટી બોલાવશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ચોથો રાઉન્ડ ગુજરાત જ નહી પણ મુંબઈમાં પણ ધડબડાટી બોલાવશે. આ સમય દરમિયાન રાજ્યના ચારે ય ઝોનમાં 4 ઈચથી લઈને 10 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. 

2/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, 3 ઓગસ્ટથી શરૂ થનારો વરસાદનો ચોથો રાઉન્ડ 9 ઓગસ્ટ  સુધી જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં ચાર ઈંચથી લઈ 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. આ સમયે દરિયામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સમય દરમિયાન નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે જેમાં તાપી, નર્મદા, સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે. જુલાઈ મહિના બાદ ઓગસ્ટ મહિનામાં પણ મેઘરાજા અનરાધાર વરસી શકે છે અને જેના કારણે જળસ્તર પણ ઊંચા આવી શકે છે. ખાસ કરીને સિંચાઈ માટે જે વિસ્તારોમાં ખેડૂતોને તકલીફ હતી તેવા વિસ્તારોમાં સિંચાઈનો પ્રશ્ન હલ થઈ શકે છે.

3/6
image

બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય બનતાં 3 ઓગસ્ટથી રાજ્યમાં ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડી શકે છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને રાજ્યના મોટાભાગના ડેમ છલોછલ ભરાઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે અને હવે ચોથા રાઉન્ડની તૈયારીઓ ચાલી રહી છે.

4/6
image

3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી મેઘરાજાનો તોફાની રાઉન્ડ આવશે અને જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યાંક 10 ઈંચથી વધારે વરસાદ પડશે અને જેના કારણે નદી નાળાં છલકાઈ જશે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ મેઘરાજા તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવશે અને અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જશે. 

5/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં પણ વરસાદનું જોર ઘટવાનું નથી પણ વધવાનું છે. ઓગસ્ટમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં હાલ મોસમનો સરેરાશ 78 ટકા વરસાદ પડ્‌યો છે અને જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધારે 135  ટકા વરસાદ પડ્યો છે.

6/6
image

સૌરાષ્ટ્ર ઝોનમાં 109 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 66 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 68 ટકા અને પૂર્વ ગુજરાત ઝોનમાં ૬૨ ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતની જીવાદોર સમાન સરદાર સરોવર ડેમ પણ 73 ટકાથી વધારે ભરાઈ ચૂક્યો છે. રાજ્યમાં સારા વરસાદના પગલે 91જળાશયો હાઈએલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને ઓગસ્ટમાં પણ મેઘરાજાની સવારી યથાવત રહેતાં મોટાભાગના જળાશયો ભરાઈ શકે છે.