આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મૌસમ? વરસાદ વિધ્ન ઊભું કરશે કે કાળઝાળ ગરમી ભૂક્કા કાઢશે?

Gujarat Weather 2024: ગુજરાતમાં ગરમી તેના જૂના રેકોર્ડ તોડવા જઈ રહી છે. 25 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે એવી આગાહી કરવામાં આવી છે. હાલનું તાપમાન એક દસકાનો રેકોર્ડ તોડશે. 25 એપ્રિલ સુધી ગુજરાતમાં એવી કાળઝાળ ગરમી પડશે કે લોકો ત્રાહિમામ પોકારી જશે. ગરમી છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડશે તેવી આગાહી આગાહીકારો કરી રહ્યા છે. જોકે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. સાથે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

1/9
image

રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળે તેવા અણસાર છે. પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં તો ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું છે. ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અસર અનુભવાય રહી છે. ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

2/9
image

હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે કે, પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે. આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

3/9
image

હાલ રાજ્યમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ તરફથી હવા ચાલી રહી છે. જેના લીધે વાદળ બને છે. જોકે, આ વાદળોને લીધે વરસાદ પડવાની સંભાવના નથી. માત્ર વાદળ બનશે અને તે દૂર થઇ જશે. રાજ્યના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક ગરમીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે, તો ક્યાંક પવન ફૂંકાઇ રહ્યા છે. હાલ હવાને કારણે ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. જ્યારે એક-બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.

4/9
image

સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે. 

રાજકોટમાં એલર્ટ જાહેર કરાયું

5/9
image

રાજકોટમાં હિટવેવનાં કેસ વધતા સિવિલ હોસ્પિટલનાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં 25 બેડ સાથેનો વોર્ડ તૈયાર કરાયો છે. ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ સાથે PMSSY બિલ્ડીંગમાં વ્યવસ્થા કરાઈ છે. સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ગરમીના સમયમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓને બહાર નહીં નીકળવા અપીલ કરી છે. આ સાથે જ  બહારના ઠંડાપીણાથી દુર રહેવા અપીલ કરી છે.

હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે

6/9
image

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે. 

ચોમાસું સારું જશે તેની આગાહી

7/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. 

8/9
image

દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે. 

9/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે.