આજકાલમાં કંઈક નવાજૂની થશે! ભાગ્યે જ ગુજરાતમાં એવું બનશે કે...જાણો અતિભારે વરસાદની આ આગાહી

Gujarat Weather Forecast: આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતભરમાં વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

1/9
image

આજકાલમાં કંઈક નવાજૂની થશે. ભાગ્યે જ એવું બન્યુ હશે કે એક સાથે હવામાન વિભાગના વિજ્ઞાનિક, આગાહીકાર અંબાલાલ પટેલ અને અન્ય વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ એક સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં યલો, કેટલાંકમાં ઓરેન્જ તો કેટલાંક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

2/9
image

ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. 15 જુલાઈથી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. આ કારણે લોકોમાં હરખની હેલી જોવા મળી. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સોમવારે 14 ઈંચ વરસાદથી ઉમરપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ બની હતી. ત્યારે હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. તેમણે આગાહી કરતા કહ્યું કે, 16 થી 20 જુલાઇ દરમિયાન રાજ્યમા સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેમાં અમુક જિલ્લામા અતિ ભારે વરસાદ પડી શકે છે.

3/9
image

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં અતિભારે વરસાદની સાથે નદીઓમાં પૂરના જોખમની પણ સંભાવનાઓ છે. આ સાથે તેમણે કહ્યુ કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, લાંભા, નારોલ, સરખેજ, નરોડા, સાણંદ અને બાવળા વગેરે ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ચોટીલા, લિંબડી, જસદણ, વિછીંયામાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

4/9
image

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. સરખેજ, સાણંદ, બાવળામાં ભારે વરસાદ વરસી શકે છે. ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે, તો ભાવનગર, બોટાદ, રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે. જસદણ અને વીંછીયામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. વાવ, દિયોદર, થરાદ તાલુકો, સુઈગામ, હારીજના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આગામી 72 કલાકમાં મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી છે. બહુરાજી, કડી, શંખેશ્વરમાં વરસાદની શક્યતા છે. સમી-હારીજ તાલુકામાં વરસાદ વરસી શકે છે. 

5/9
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેને પગલે આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

6/9
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે,16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટીંગ કરશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવાં આવી છે. 

7/9
image

પરેશ ગોસ્વામીએ વધુ ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ખુબ વરસાદ ખુબ પડશે. જયારે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડશે. ધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે. આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ આવતી કાલ એટલે કે 16 જુલાઇથી ચાલુ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું

8/9
image

સુરતના છેવાડાના ઉમરપાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું...ઉમરપાડામાં આભ ફાટતા જનજીવન ખોરવાયું છે...ઉમરપાડાના અનેક વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા જેથી અનેક લો લેવલ કોઝ વે પરથી અવરજવર પણ બંધ થઈ ગઈ...જુઓ આ દ્રશ્યો...નદી વહેતી હોય તેવી રીતે રસ્તા પરથી પાણી વહી રહ્યા છે...ઉમરપાડમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.

9/9
image

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૧.૯૩ ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૩૯.૭૪ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.