આખરે અંબાલાલ સાચા પડ્યા! ભર શિયાળે ગુજરાતના આ બે જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતો ટેન્શનમાં
Saputara And Valsad Unseasonal Rain: ભરશિયાળે આગાહીકાર અંબાલાલ પેટલની વધુ એક ચિંતાજનક આગાહી સાચી પડી છે. જી હા..જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણ આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તેને લઈને આગાહી કરી હતી. જેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાના સમાચાર મળી રહ્યા છે.
ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં એકાએક પલટો
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આકાશમાં કાળાડીબાંગ વાદળો ધેરાયા છે. સાપુતારા સહીત તળેટી વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શીત લહેરને પગલે પ્રવાસીઓ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ
બીજી બાજુ વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બન્યો છે. ધરમપુરના અંતરિયાળ ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં આવધા, રાજપુરી, ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલથી વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. બીજી બાજુ હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેના કારણે વલસાડ જિલ્લા અને સાપુતારાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ
આ તરફ ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદના આગમનને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહતનું છે કે, આ કમોસમી વરસાદની અસર સંભવિત રીતે શિયાળુ પાક ઉપર પણ થઈ શકે છે. શિયાળાની ઠંડી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
અંબાલાલ પટેલે શું કરી હતી આગાહી?
નોંધનિય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી સામે આવી છે. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ?
અંબાલાલ પટેલે કહ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ પડી શકે છે. 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. 10થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. આ સાથે તાપમાન 11થી 12 ડિગ્રીએ પહોંચી જશે. 16થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
Trending Photos