જ્યાં ગુજરાતના આખા મંત્રીમંડળે શીશ ઝૂકાવ્યું, એ અંબાજી મંદિરની આ વાત તમે નહિ જાણતા હોવ!

Ambaji Mata Mandir: ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળામાં વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિર આવેલું છે. જ્યાં ગઈકાલે ગુજરાત સરકારના સમગ્ર મંત્રીમંડળ અને ધારાસભ્યોએ હાજરી લગાવી. આ મંદિરમાં 12 થી 16 ફેબ્રુઆરી દમરિયાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સમગ્ર મંત્રીમંડળ માતાજીના આર્શીવાદ લેવા અંબા માતાના મંદિર પહોંચ્યુ હતું. 

અંબિકા વન

1/6
image

ગુજરાતનું અંબાજી શક્તિપીઠમાંથી એક છે. જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું. પુરાણો અનુસાર, પહેલા અહી અંબિકા વન હતું. માતા સતીનું હૃદય પડવાને કારણે આ જગ્યા શક્તિપીઠ અંબાજી તરીકે પ્રખ્યાત બની.

બીસા યંત્ર

2/6
image

સમુદ્ર તળથી 1580 ફીટની ઉંચાઈ પર આવેલા અંબાજી મંદિરમાં દેવીની વાસ્તવિક મૂર્તિની પૂજા નથી થતી. પરંતું અહી બીસા યંત્રની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ બીસા યંત્રી ઉજ્જૈનના હરસિદ્ધી માતા શક્તિપીઠ અને નેપાળના શક્તિપીઠોની અંદર રાખવામાં આવેલ મૂળ યંત્ર સાથે જોડાયેલું છે. 

અષ્ટમી પર વિશેષ પૂજા

3/6
image

બીસા યંત્રની દરેક અષ્ટમી પર વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં આમ તો સમગ્ર વર્ષમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ રહે છે, પરંતુ નવરાત્રિનાસ મયે અહી દૂર દૂરથી ભક્તો આવીને માનતા માને છે. 

પૂર્ણિમા પર ચઢે છે ધજા

4/6
image

ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. માન્યતા છે કે, તેનાથી માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર મૂળ રૂપે નાગરો દ્વારા બનાવવામાં આવ્યુ હતું. આ મંદિરનું મુખ્ય દ્વાર બહુ જ ભવ્ય છે.   

મંદિરમાં નથી કોઈ મૂર્તિ

5/6
image

આ મંદિરમાં દેવી દેવતાઓની કોઈ મૂર્તિ નથી. પરંતુ પૂજારી ગોખની ઉપરના હિસ્સાને એવી રીતે સજાવે છે કે, તે દૂરથી દેવીની મૂર્તિની જેમ દેખાય છે. 

 

6/6
image

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)