રામલલ્લાના ચરણોમાં પહોંચી દાદાની સરકાર : આખા મંત્રીમંડળે અયોધ્યામાં કર્યા દર્શન
Gujarat CM At Ayodhya : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના મંત્રી મંડળે કર્યા રામલલાના દર્શન.. વિધાનસભા અધ્યક્ષ, દંડક સહિતના નેતાઓએ લીધો દર્શનનો લાભ... ભગવાન રામના ચરણોમાં રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે અયોધ્યામાં રામલાલના દર્શન કર્યા. મુખ્યમંત્રીની સાથે તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને શાસક પક્ષના દંડક પણ હાજર રહ્યાં હતા. રામ મંદિરના દર્શન કરીને આખું પ્રતિનિધિ મંડળ સરયૂ ઘાટ પાસે આવેલા ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે.
મહત્વનું છે કે, 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ આપ્યું.
રામ મંદિરમાં દર્શન કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે મને ગુજરાતના મારા મંત્રી મંડળના સદસ્યો સાથે રામ લલ્લાના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. આ આપણા સૌ માટે અત્યંત ભાવુક ક્ષણ છે. અયોધ્યામાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દેશમાં નવો કાળચક્રના જન્મના અણસાર છે. આગામી 1000 વર્ષ માટે રામ રાજ્યની સ્થાપનાનો આ સંકલ્પ છે.
Trending Photos