Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

1/10
image

સાયન્સ સિટી અમદાવાદ ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનશે.

2/10
image

વિધાનસભા પરિસરમાં ગુજરાતના ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનશે.

3/10
image

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ

4/10
image

ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન.

5/10
image

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂ 1500 કરોડની જોગવાઈ.

6/10
image

અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ.

7/10
image

ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ લાવવા રૂ 100 કરોડની જોગવાઈ.

8/10
image

અમદાવાદની નવી સીવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ.

9/10
image

અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે.

10/10
image

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું કામ માટે 2620 કરોડની ફાળવણી કરવામાં આવી.