Monsoon Travel: ગુજરાતના આ 4 સ્થળો ચોમાસામાં ફરવા માટે છે એકદમ બેસ્ટ, સ્વર્ગ જેવી અનુભૂતિ થશે, જુઓ Photos

Gujarat Travel Destination: ગુજરાતમાં ને ગુજરાતમાં જ તમને ચોમાસામાં ફરવા માટેના  કેટલાક સ્થળો વિશે જણાવીશું. ચાલો  ત્યારે નોંધી લો આ સ્થળો અને ફરવાની તૈયારી શરૂ  કરી દો...

1/5
image

ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું બેસી ગયું છે. આ વખતે ચોમાસું પણ સારુ રહેવાની વકી છે. ત્યારે ફરવાના શોખીનોને તો ચોમાસામાં પણ ફરવા જવાની ઈચ્છા થતી હોય છે. આજે અમે તમને એવા કેટલાક સ્થળો વિશે જણાવીશું જે ચોમાસામાં ફરવા માટે બેસ્ટ છે. અરે તમારે ગુજરાતની બહાર જવાની પણ જરાય જરૂર નથી. ગુજરાતમાં ને ગુજરાતમાં જ તમને ચોમાસામાં ફરવા માટેના  કેટલાક સ્થળો વિશે જણાવીશું. ચાલો  ત્યારે નોંધી લો આ સ્થળો અને ફરવાની તૈયારી શરૂ  કરી દો...  

ચાંપાનેર

2/5
image

ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું ઐતિહાસિક સ્થળ છે. સાથે સાથે ફરવા માટે પણ બેસ્ટ છે. ચોમાસામાં તમને ત્યાં મજા પડશે. અહીંથી  પવિત્ર યાત્રાધામ પાવાગઢ પણ  ખુબ નજીક છે. ચાંપાનેરની આજુબાજુ આવેલી વન્યસૃષ્ટિ અને વનરાજી અદભૂત છે. અહીં નાની નાની ટેકરીઓ પર પર્વતારોહણના કાર્યક્રમો પણ થાય છે. જાંબુઘોડા અભ્યારણ્ય પણ અહીંથી નજીક છે. ચાંપાનેર પંચમહાલના હાલોલ તાલુકામાં આવ્યું છે. 

ધરમપુર

3/5
image

ધરમપુર દક્ષિણ ગુજરાતના વરસાડ જિલ્લામાં આવેલું છે. જે વલસાડથી નજીક છે. ધરમપુર કુદરતી સૌંદર્યથી છલોછલ છે. કુદરતી, ધાર્મિક, સાથે રજવાડી મહેલની પણ તમને ઝાંખી જોવા મળશે. ધરમપુરમાં જ વિલ્સન હિલ્સ આવેલું છે. જે ખુબ જ સુંદર હિલસ્ટેશન છે. અહીં તમને ચોમાસામાં કુદરતનો અદભૂત નજારો જોવા મળી રહેશે. આ ઉપરાંત રાજાનો મહેલ, બહુમાળ શિવમંદિર, શંકર ધોધ, જોડીયા-માવલી ધોધની પણમજા માણવા મળશે. 

તારંગા

4/5
image

તારંગા એ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી મોટી ટેકરી છે. જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. આ ફરવાની સાથે સાથે એક ઐતિહાસિક સ્થળ પણ છે. અમદાવાદથી 140 કિમી દૂર આવેલું તારંગા આમ તો જૈન મંદિરો માટ જાણીતુ છે. આ પહાડી વિસ્તાર જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. ચોમાસામાં અહીં તમને મજા પડશે એ વાત ચોક્કસ છે. 

ડોન હિલ સ્ટેશન

5/5
image

ડોન હિલ સ્ટેશન: 

ગુજરાતમાં આમ તો મુખ્યત્વે સાપુતારાની જ ગણતરી હિલ સ્ટેશન તરીકે થાય છે પરંતુ ડોન હિલ પણ એક એવું અદભૂત હિલ સ્ટેશન છે જે તમને મજા કરાવી દે. આ સ્થળ અમદાવાદથી આમ તો અંદાજિત 400 કિમીના અંતરે છે પરંતુ તમને સ્વર્ગ જેવો આહલાદક અનુભવ કરાવી દેશે. ચોમાસામાં ફરવા જવા જેવું છે. ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં છે. સાપુતારાથી પણ ખુબ નજીક લગભગ 17 કિમી જ દૂર છે. 

(સાભાર- તસવીરો ગૂગલ અને માહિતી સોશિયલ મીડિયા)