કેલિફોર્નિયામાં સૌપ્રથમવાર દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી; 300 લોકો કાર્યક્રમના સાક્ષી બન્યા

ઝી બ્યુરો/અમદાવાદ: કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ અને મનોરંજનનું આયોજન કરાયુ હતું. 

1/5
image

કેલિફોર્નિયામાં રિટેલ સ્ટોરમાં સૌપ્રથમવાર દિવાળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડાન્સ પણ રાખવામાં આવ્યા હતા અને લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવ્યું હતું. 

2/5
image

ડાન્સ કાર્યક્રમની સાથે મેકીઝના ડિરેક્ટરને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ આ ઈવેન્ટ દરમિયાન 300 લોકો કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. 

3/5
image

સેરીટોસ કોલેજના અગ્રણીઓ સહિત શહેરના કાઉન્સિલ અને અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. કાઉન્સિલમેન અલી તાજ, પરિમલ શાહ, સ્મિતા વસંત પણ આ કાર્યક્રમ દરમિયાન પોતે ઉપસ્થિત રહ્યા હતા અને દિવાળીની શુભકામના પાઠવી હતી.

4/5
image

આ પ્રસંગે લેબેન હોસ્પિટાલીટી ગ્રુપના ચેરમેન અને લોસએન્જલસના ભારતીય સમાજ સાથે જોડાયેલા અગ્રણી યોગી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

5/5
image