LPG Subsidy Update: ખતમ થઇ જશે LPG પર સબસિડી! સરકાર કરી રહી છે તૈયારી
LPG subsidy: આજકાલ આ સમાચાર ચર્ચામં છે સરકાર LPG પર મળનાર સબસિડીને ખતમ કરી શકે છે. જોકે નાણામંત્રાલયે નાણાકીય વર્ષ 2022 માટે પેટ્રોલિયમ સબસિડીને ઓછી કરી 12,995 કરોડ રૂપિયા કરી દીધી છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી એ પણ કહ્યું કે ઉજ્જવલા સ્કીમમાં એક કરોડ લાભાર્થીઓને પણ જોડવામાં આવશે. સરકારને લાગે છે કે જો LPG સિલિન્ડરના ભાવ વધારવામાં આવશે તો કેન્દ્રની ઉપરથી સબસિડીનો બોજો ઓછો થઇ જશે.
LPG ના ભાવ સતત વધી રહ્યા છે
જો ગત થોડા દિવસો પર નજર કરીએ તો 2019 માં LPG માં ભાવ વધારો થયો હતો, પરંતુ આ પેટ્રોલમાં કરવામાં આવેલા વધારાથી ઓછો હતો. એવું જ કંઇક આ વર્ષે પણ થઇ શકે છે. LPG સિલિન્ડરના ભાવ રીટેલ વેંડૅર્સ વધી શકે છે. Mint માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર સબસિડીને ખતમ કરવાની તૈયારી કરી રહી છે. એટલા માટે કેરોસીન (Kerosene) અને LPG ના ભાવ વધી રહ્યા છે.
નાણા આયોગના રિપોર્ટમાં પણ ઇશારો
15મા નાણા આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ સબસિડીના દ્રારા નાણાકીય વર્ષ 2011-12 ના 9.1 ટકા મુકાબલે ઘટીને નાણાકીય વર્ષ 2018-19 માં આ 1.6 ટકા પર આવી ગઇ છે. જીડીપીના અનુસાર આ 0.8 ટકાથી ઘટીને 0.1 ટકા થઇ ગયો. અત્યારે કોરોના સબસિડી જે 2011-12 માં 28,215 કરોડ રૂપિયા હતી. બજેટમાં નાણાકીય વર્ષ 2020-21 ના બજેટ અનુમાન માટે તેન ઘટાડીને 3,659 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
ઉજ્જવલા સ્કીમથી વધી શકે છે બોજો
સમાચાર અનુસાર નાણા આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ઉજ્જવલા સ્કીમમાંથી LPG સબસિડીનો બોજો વધી શકે છે. જો સરકાર સબસિડી સ્કીમને ગરીબો સુધી જ સીમિત રાખી શકે છે તો સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યાને કેપ કર આ બોજાને ઘટાડાથી શકાય છે.
સીધા એકાઉન્ટમાં મળે છે સબસિડીની રકમ
LPG સિલિન્ડરની કિંમત આંતરરાષ્ટ્રીય બંચામર્ક અને રૂપિય-ડોલર એક્સચેંજ રેટ પર નિભર કરે છે. સરકાર સબસિડીના પૈસા સીધા લાભાર્થીઓને ખાતામાં DBT દ્રારા મોકલે છે. જ્યારે કેરોસીપબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ દ્રારા રાહત ભાવે વેચવામાં આવે છે.
શું છે ઉજ્જવલા સ્કીમ?
ભારત સરકારે ઉજ્જવલા યોજનાને 1 મે 2016 ના રોજ લોન્ચ કરી હતી. તેમાં ગરીબી રેખાથી નીચે જીવન જીવનાર પરિવારને એલપીજી કનેક્શન માટે 16,00 રૂપિયા આપવામાં આવે છે.
Trending Photos