ખબર છે..!!! તમિલનાડુમાં પણ છે એક Golden Temple, મોદીએ સંભળાવ્યો કિસ્સો

Golden Temple Vellore in Tamil Nadu: મોટાભાગના લોકો અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ વિશે જાણે છે, જ્યારે દેશમાં બીજું એક ગોલ્ડન ટેમ્પલ ચે. આ ગોલ્ડન ટેમ્પલ તમિલનાડુના વેલ્લોરમાં છે. સાઉથ મિશન  અંતગર્ત તમિલનાડુના વેલ્લોરમાં ચૂંટણી રેલી કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીંના ગોલ્ડન ટેમ્પ્લ સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો. 

સીએમ હતો ત્યારે આવ્યો હતો વેલ્લોરના સુવર્ણ મંદિર

1/5
image

વેલ્લોરમાં ચૂંટણી રેલી કરી રહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારા મનમાં વેલ્લોરના પ્રત્યે વિશેષ શ્રદ્ધા છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. ત્યારે શ્રી લક્ષ્મી નારાયણી ગોલ્ડન ટેમ્પલ આવ્યો હતો. તમિલનાડુના લોકો શક્તિની ઉપાસના કરનાર લોકોની ધરતી ગણવામાં આવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે ઇંડી એલાયન્સના લોકો આ શક્તિનું અપમાન કરે છે. ડીએમકેની માનસિકતા પણ સનાતનના વિનાશ કરવાની છે. 

લગાવેલું છે 1500 કિલો સોનું

2/5
image

પીએમ મોદીએ વેલ્લોરમાં જે સુવર્ણ મંદિરનો ઉલ્લેખ કર્યો છે તેનું નામ શ્રી લક્ષ્મી નારાયણી સુવર્ણ મંદિર છે. આ મંદિરમાં 1500 કિલોથી વધુ શુદ્ધ સોનું છે. આ મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે અને તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

2007 માં થયું હતું નિર્માણ

3/5
image

વેલ્લોરના આ સુવર્ણ મંદિરનું નિર્માણ 2007માં થયું હતું. આ મંદિર 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સાથે જ આ મંદિર પરિસરમાં દેશની તમામ મુખ્ય નદીઓમાંથી પાણી લાવીને 'સર્વ તીર્થમ સરોવર' નામનો એક કુંડ બનાવવામાં આવ્યો છે.

રાત્રે જગમગે છે મંદિર

4/5
image

રાત્રે આ મંદિરની સુંદરતા જોવા જેવી છે. આ મંદિર હજારો રોશનીથી ઝગમગી ઉઠે છે. જાણે મંદિરમાં કોઈએ હજારો દીવા પ્રગટાવ્યા હોય.

સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી

5/5
image

આ મંદિર પરિસરને શ્રીપુરમ પણ કહેવામાં આવે છે. આ સુવર્ણ મંદિરની મુલાકાત લેવાનો સમય માત્ર સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધીનો છે. આ મંદિરમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવાની સખત મનાઈ છે.