Latest Gold Rate: સોનાએ નવરાત્રીમાં કરાવી દીધી મોજ...આજે ભાવમાં છવાયો સન્નાટો, જાણો લેટેસ્ટ રેટ
તહેવારોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે પણ કિંમતી ધાતુ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો.
હાલ નવરાત્રી ચાલુ છે અને પછી દીવાળીનો તહેવાર આવશે. પરંતુ તહેવારો દરમિયાન સોનાના ભાવે થોડી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડા વચ્ચે ઘરેલુ બજારમાં સોનાના ભાવમાં સતત બે-ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેસ્ટિવ સીઝન હોવા છતાં સોનાના ભાવ રેકોર્ડ હાઈથી નીચે આવી ગયા. આજે પણ સોનું સવારે કડાકા સાથે ખુલેલું જોવા મળ્યું. દિલ્હીના શરાફા બજારમાં સોનું છેલ્લા ત્રણ દિવસમાં 1100 રૂપિયા જેટલું સસ્તું થયું. જાણો આજનો સોનાનો લેટેસ્ટ રેટ...
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 179 રૂપિયાના ઘટાડા સાથે 74830 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું જે કાલે 75009 પર બંધ થયું હતું. ક્લોઝિંગ રેટમાં 8 રૂપિયાનો નજીવો વધારો જોવા મળ્યો અને ભાવ 74838 પર પહોંચ્યો. આમ આજે પણ સોનામાં સુસ્તી છવાયેલી જોવા મળી. ચાંદીની વાત કરીએ તો ચાંદી 350 રૂપિયાના ઘટાડા સાથે 88311 રૂપિયા પ્રતિ કિલો પર આજે ખુલી હતી અને સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં મામૂલી 42 રૂપિયાની તેજી જોવા મળી અને ભાવ 88353 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો.
ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
Trending Photos