Gold Prices: 2 લાખ રૂપિયાને પાર જશે સોનું, દર 9 વર્ષમાં 3 ગણો વધી જાય છે ભાવ!
Gold Return: સોનાની કિંમતોમાં ઐતિહાસિક ટ્રેંડ બનતો જાય છે કે તેમાં દર 9 વર્ષમાં લગભગ 200 ટકાની તેજી આવે છે. આ મુજબ ટૂંક સમયમાં ભાવ 2 લાખ રૂપિયાને પાર જઇ શકે છે.
હાઇ રિટર્ન આપનાર સાબિત થયું સોનું
Gold Investment: સોનાની કિંમતમાં આજે થોડી નરમાઇ જોવા મળી છે. સોમવારે એમસીએક્સ પર સોનું સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. જોકે ત્યારબાદ પણ પીળી ધાતુની કિંમતો પોતાના ઉચ્ચ સ્તરથી દૂર નથી. સોનું ગત થોડા વર્ષો દરમિયાન સતત મોંઘું બન્યું છે અને રોકાણકારો માટે સુરક્ષિત સાથે-સાથે હાઇ રિટર્ન આપનાર સાબિત થયું છે.
આજે આ સ્તર પર છે સોનું
આજના કારોબારમાં MCX પર સોનું 0.46 ટકા નરમ છે અને 71,350 રૂપિયાની ઉપર છે. છેલ્લા એક-બે સપ્તાહમાં સોનાના ભાવમાં થોડી નરમાઈ આવી છે. આ પહેલા તાજેતરમાં સોનું તેના લાઇફટાઇમ હાઇ લેવલ સુધી પહોંચ્યું હતું અને તેની કિંમત 74 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી હતી.
ગત 9 વર્ષોમાં આવી આટલી તેજી
પીળી ધાતુના રોકાણકારોને ગત થોડા વર્ષોમાં કઇ રીતે શાનદાર રિટર્ન આપ્યું છે, તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે ગત 9 વર્ષોમાં સોનાની કિંમત લગભગ 3 ગણી વધી ગઇ છે. વર્ષ 2015 માં સોનું 24,740 રૂપિયાની નજીક હતું. અત્યારે બે અઠવાડિયા પહેલાં સોનું 74 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર નિકળી ગયું છે. આ 9 વર્ષોમાં 199.11 ટકાનો વધારો છે.
દર 9 વર્ષમાં વધ્યો છે આટલો ભાવ
પીળી ધાતુનું રિટર્ન તે પહેલાં પણ કંઇક આ રીતે રહ્યું છે. ઉદાહરણ માટે જોઇએ તો જે સોનું 2015 માં 24,740 રૂપિયાની નજીક હતું, તે તેના 9 વર્ષ પહેલાં એટલે કે 2006 માં ફક્ત 8,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર હતું. એટલે કે તે 9 વર્ષોમાં સોનાના ભાવમાં 199.88 ટકાની તેજી આવી. આ મુજબ કહી તો સોનું દર વર્ષે 9 વર્ષમાં 3 ગણું રિટર્ન આપવામાં સફળ રહ્યું છે.
આ કારણોથી આવે છે ભાવમાં તેજી
સોનાના ભાવમાં તેજી સૌથી મહત્વપૂર્ણ કારણ ભૂ-રાજકીય તણાવ છે. દર થોડા વર્ષોના અંતરાલ પર દુનિયાના કોઇને કોઇ ભાગમાં તણાવ વધે છે, જેથી સોનાની કિંમત વધી જાય છે. તાજેતરના વર્ષોની વાત કરીએ તો ઇઝરાઇલ-ઇરાન, રશિયા-યૂક્રેન યુદ્ધ, ચીન-તાઇવાન જેવા ભૂ-રાજકીય તણાવે સોનાને મોંઘુ કર્યું છે. એનાલિસ્ટ જણાવે છે કે આ પ્રકારના તણાવ રહેશે તો આ વખતે સોનાને ટ્રિપલ થવામાં 9 વર્ષનો પણ સમય લાગશે નહી. એટલે કે જલદી જ 2 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી શકે છે.
Trending Photos