આ છે ટીવીની તે સાસુઓ જે ગ્લેમરના મામલે વહુઓને આપે છે ટક્કર, SEE PHOTOS

ટીવી સીરિયલ્સની સાસુ, જે રિયલ લાઇફમાં ગ્લેમરના નામે વહુઓને પણ માત આપે છે.

નવી દિલ્હી: ટીવી સીરિયલ્સ સામાન્ય રીતે હંમેશા ચર્ચામાં રહે છે. જીહાં! ટીવી અભિનેત્રીઓના ફેન્સ બોલીવુડ સ્ટાર્સના ફેન્સ ઓછા નથી. તેમની ફેશન અને સ્ટાઇલને ફોલો પણ કરવામાં આવે છે. મહિલાઓને સાસુ-વહુ પર બનેલી સીરિયલ ખૂબ ગમે છે અને મોટાભગની સીરિયલ્સમાં કહાની સાસુ અને વહુની આસપાસ ફરે છે. જ્યાં બંનેના રોલ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે તો કહાની તે મજા જળવાઇ રહે છે. એવામાં ઘણી બધી ટીવી અભિનેત્રી એવી છે જે એકદમ ઓછી ઉંમરમાં સાસુનું પાત્ર ભજવતી જોવા મળે છે. પરંતુ રિયલ લાઇફમાં આ સાસુઓ વહુઓને ગ્લેમર અને ફેશનની દુનિયામાં ટક્કર આપી શકે છે. આવો જોઇએ કેટલીક એવી ટીવીવાળી સાસુઓની તસવીરો...

પારૂલ ચૌહાણ

1/5
image

પારૂલ ચૌહાણ ટીવીની દુનિયામાં ખૂબ જાણીતી છે. તેમણે ઘણી ટીવી સીરિયલ્સ જેમ કે 'સપના બાબુલ કા બિદાઇ' અને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' જેવા શોમાં સાસુનું પાત્ર ભજવ્યું છે. 

રક્ષંદા ખાન

2/5
image

રક્ષંદા ખાન મોડલિંગના સમયથી ખૂબ પોપુલર છે અને ટીવીની દુનિયામાં પણ તેમણે પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. રક્ષંદાએ સીરિયલ 'નાગિન'માં સાસુનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ ચર્ચામાં રહ્યું અને લોકોએ પણ તેના રોલને વખાણ્યો હતો. 

મેઘના મલિક

3/5
image

જ્યારે ટીવીની ગ્લેમર સાસુ વિશે વાત કરવામાં આવે તો મેઘના માલિકનું નામ હંમેશા લેવામાં આવે છે. મેઘનાએ સીરિયલ 'ન આના ઇસ દેશ લાડો'માં સાસુનું પાત્ર ભજવ્યું હતું. 

સ્મિતા બંસલ

4/5
image

ટીવીની જાણીતી અબિનેત્રી સ્મિતા બંસલ પણ સીરિયલ 'બાલિકા વધુ' અને 'યે જાદૂ હૈ જિન કા' જેવી સીરિયલમાં સાસુનું પાત્ર ભજવ્યું હતું. 

ઉર્વશી ઢોળકિયા

5/5
image

ઉર્વશી ઢોળકિયાનું નામ સાંભળતાં જ બધાના મગજમાં એક જ પાત્ર સામે આવે છે 'કોમોલિકા'. ઉર્વશીએ 'કોમોલિકા'ના પાત્ર ઉપરાંત સીરિયલ 'ચંદ્રકાંતા'માં એક ચતુર ચાલક સાસુનો રોલ ભજવ્યો હતો.