કેમ કન્યા પૂજન વગર અધૂરી ગણાય છે નવરાત્રિની પૂજા? CM યોગી પણ ભૂલતા નથી આ પ્રથા

નવરાત્રિના પાવન દિવસોમાં નાની કન્યાઓને ઘરમાં આવવાનુ આમંત્રણ અપાય છે. જેના બાદ પોતાની સ્થિતિ અનુસાર તેઓને ભોજન કરીને તેમની પાસેથી આર્શીવાદ લેવામાં આવે છે

ઝી મીડિયા/બ્યૂરો :હિન્દુ ધર્મમાં શરદીય નવરાત્રિ (Shardiya Navratri) શ્રદ્ધાળુઓ માટે બહુ જ ખાસ હોય છે. અનેક  ભક્તો તમામ 9 દિવસો માટે વ્રત રાખે છે. તો કેટલાક લોકો પહેલા આઠ દિવસ વ્રત રાખે છે. આ પાવન દિવસોમાં મા દુર્ગાના 9 રૂપોનું ધૂમધામથી પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેના બાદ કન્યા પૂજન કરવામાં આવે છે. જેનુ વિશેષ મહત્વ હોય છે. 

નવરાત્રિમાં કન્યા પૂજનનું મહત્વ

1/5
image

આ દરમિયાન શ્રદ્ધાળુઓ નવ કન્યાઓનુ મા દુર્ગાના 9 દેવીના રૂપમાં પૂજન કરે છે. જેનાથી માતા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે.

નાની કન્યાઓ કેમ પૂજાય છે

2/5
image

નવરાત્રિના પાવન દિવસોમાં નાની કન્યાઓને ઘરમાં આવવાનુ આમંત્રણ અપાય છે. જેના બાદ પોતાની સ્થિતિ અનુસાર તેઓને ભોજન કરીને તેમની પાસેથી આર્શીવાદ લેવામાં આવે છે. 

 

ક્યારે કરાય છે કન્યા પૂજન

3/5
image

નવરાત્રિમાં સપ્તમીથી કન્યા પૂજનની શરૂઆત કરાય છે. શ્રદ્ગાળુઓ સપ્તમી, અષ્ટમી અને નવમીના દિવસે નાની કન્યાઓને 9 દેવીના રૂપ માનીને પૂજન કરે છે. પરંતુ નવમી અને દશમીના રોજ કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. 

દરિદ્રતા દૂર થાય છે

4/5
image

એવુ માનવામાં આવે છે કે નવરાત્રિમા કન્યા પૂજન બાદ જ માતા પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને સુખસમૃદ્ધિનુ વરદાન આપે છે. 

કન્યા પૂજન નહિ કરો તો...

5/5
image

નવરાત્રિના પાવન મહિનામા કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે, 9 નાની કન્યાઓને દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. તેના બાદ ભોગ ધરાવીને જ નવરાત્રિના વ્રતને પૂર્ણ ગણવામાં આવે છે.