Ghost Story: સાંભળ્યો છે 'મેડમ કોઇ-કોઇ' નો કિસ્સો... અહીં રાત્રે થાય છે પુરૂષોનો 'શિકાર'

નવી દિલ્હી: આજના સમયમાં પણ ભૂત-પ્રેતની વાર્તાઓ (Ghost Story) પર વિશ્વાસ કરનાર લોકો છે. ખાસકરીને નાઇઝીરિયા (Nigeria) માં લોકો વચ્ચે ભૂતોની વાર્તાઓ ખૂબ ચલણમાં છે. આજે પણ લોકો માને છે કે ભૂત છે. નાઇઝીરિયાની 5 સૌથી લોકપ્રિય વાર્તાઓને આજે પણ ઘણા લોકો સાચી માને છે. સુંદર ટીચરના ભૂત બનવાની કહાની ખૂબ ચર્ચિત છે. 

સુંદર ટીચર બની ચૂડેલ!

1/5
image

મેડમ કોઇ કોઇ (Madam Koi Koi) ની કહાની ખૂબ ચર્ચિત છે. કહેવામાં આવે છે કે પ્રાઇમરી સ્કૂલમાં એક સુંદર ટીચર હતી. તે પોતાની સુંદરતા અને પોતાની રેડ હાઇ હીલ માટે જાણિતી હતી.

આજે પણ સંભળાય છે અવાજો

2/5
image

એક દિવસ સ્કૂલમાંથી હાંકી કાઢ્યા બાદ તે ઘરે જઇ રહી હતી ત્યારે રસ્તામાં તેનું મોત થઇ ગયું. મરતાં પહેલાં તેણે સોગંધ લીધી હતી કે તે સ્કૂલ અને તેના વિદ્યાર્થીઓ પાસેથી બદલો લેશે. કહેવામાં આવે છે કે આજે પણ હોસ્ટેલમાં તેનો સંભળાય છે. 

જ્યારે રૂમમાં વાળ વિનાની છોકરી પોતાના વાળ ઓળતી દેખાઇ!

3/5
image

એક સ્કૂલની વિદ્યાર્થીનીના ભૂતનો પણ અહીંના લોકોમાં ડર જોવા મળે છે. કહેવામાં આવે છે કે આ સ્કૂલના વિદ્યાર્થીઓના વાળ હંમેશા સુંદર, અને સાફ સુથરા હોય છે. જ્યારે પણ તેમને પૂછવામાં આવે છે કે તેના વાળ કોણે બનાવ્યા છે, તો ક્યારેક ક્યારેક જવાબ ન આપ્યો. એક રાત્રે તેના રૂમમેટ્સમાં એક અડધી રાત્રે જાગી ગઇ અને જ્યારે તેણે વાળ વિનાની છોકરીને પોતાના વાળને ઓળતા જોઇને તે બૂમો પાડવા લાગી.  

રાત્રે પુરૂષોને શોધે છે મહિલાઓ

4/5
image

આવી જ એક કહાની મામી વાતા (Mami Wata) ની. આ કહાની મુજબ દરરોજ સમુદ્રમાંથી સુંદર અને આકર્ષક મહિલાઓ નિકળે છે. માનવામાં આવે છે કે આ મહિલાઓ રાત્રે પુરૂષોની તલાશ કરે છે. જેવો જ કોઇ પુરૂષ મળી જાય છે તેને પાણીમાં લઇ જાય છે. કહેવામાં આવે છે કે આવું હજારો વર્ષથી ચાલી રહ્યું છે. જોકે હજુ સુધી આ રહસ્ય પરથી પડદો ઉઠ્યો નથી. 

બાળકોને ઉઠાવી લઇ જાય છે આ 'બેબી ઘોસ્ટ'

5/5
image

નાઇઝીરિયામાં 'બુશ બેબી' (Bush babies) ની કહાનીઓ આજે પણ બાળકોને ડરાવે છે. કહેવામાં આવે છે કે બાળકોની કદ-કાઠીવાળા આ ભૂત બાળકોને ઉઠાવીને લઇ જાય છે. ઘણા લોકોનું કહેવું  છે કે હકિકતમાં આ બાળકોને રાતના સમયમાં ઘરેથી નિકળીને રોકવા માટે સંભળાવવામાં આવતી કહાની છે. હકિકતમાં બુશ બેબીનું કોઇ અસ્તિત્વ નથી.