સુરતમાં ગણેશજીની વિવિધ પાઘડીઓએ જમાવ્યું આકર્ષણ, રાજાશાહીથી લઈ મરાઠાઓનું દેખાઈ રહ્યું છે પ્રતિબિંબ

ગણપતિ મહોત્સવને હવે ઝુઝ દિવસો બાકી છે ત્યારે બજારોમાં ગણપતિ મહોત્સવની રોનક દેખાઈ રહી છે. લોકોએ અત્યારથી જ ગણપતિજીની શોભાયાત્રાઓ પણ કાઢવાની શરૂઆત કરી દીધી છે, તો બીજી તરફ ગણપતિજીના શૃંગારમાં આ વખતે અલગ અલગ પાઘડીઓએ આકર્ષણ જમાવ્યું છે. આ પાઘડીઓ માં રાજાશાહી ઠાઠથી લઈ મરાઠાઓનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. 

1/4
image

ગણેશોત્સવના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતની બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરતના બજારમાં મૂર્તિઓની સાથે શ્રૃંગારમાં વિવિધ વસ્તુઓ જોવા મળે છે. સુરતની બજારમાં આ વખતે વિવિધ પાઘડીઓએ આકર્ષણ જમાવ્યું છે. 

2/4
image

બજારમાં હાલમાં સાફા, લોકમાન્ય તિલક પાઘડી, બાજીરાવ પાઘડી, રાજાશાહી, મહારાષ્ટ્રીયન, ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી, ડગડું શેઠ પાઘડીએ આકર્ષણ જમાવ્યું છે. બજારમાં 300થી 2 હજાર સુધી પાઘડીઓ મળી રહી છે. સુરતની બજારોમાં અંકલેશ્વર ભાવનગરથી લોકો ખરીદી કરવા પહોંચી રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમ વખત બજારમાં ધૂમ ખરીદી થતા વેપારીઓમાં ખુશી જોવા મળી છે.

3/4
image

ગણપતિ મહોત્સવને રોનક પરી એકવાર શહેરમાં દેખાઈ રહી છે લોકો ગણપતિ ની મૂર્તિઓની સાથે તેના શૃંગારની વસ્તુઓની પણ ખરીદી કરી રહ્યા છે.જેમાં આ વખતે પાઘડીઓ નો ટ્રેન્ડ જોવા મળ્યો છે.આ અંગે રવિ નાતાલી કહ્યું કે કોરોના બાદ પ્રથમ વાર લોકો ગણપતિ મહોત્સવને ઉજવવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે આ વખતે લોકો મન મૂકીને ખર્ચો કરી રહ્યા છે. તેમાં પણ ગણેશજીના શૃંગારમાં લોકો હવે ફેટા અને પાઘડી ને વધુ મહત્વ આપી રહ્યા છે.

4/4
image

અલગ અલગ પ્રકારની પાઘડીઓ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં સાફા, લોકમાન્ય તિલક પાઘડી, બાજીરાવ પાઘડી, રાજાશાહી, મહારાષ્ટ્રિયન, ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી, ડગડું શેઠ પાઘડીનો સમાવેશ થાય છે. આ પાઘડીની કિંમત 300થી 2000 રૂપિયા સુધી હોય છે. સમગ્ર સાઉથ ગુજરાત સહિત અંકલેશ્વર, ભાવનગરથી પણ લોકો ખાસ પાઘડી તૈયાર કરાવડાવવા આવે છે.