ક્યાંક કોરોનાના ડોક્ટર તો ક્યાંક કોરોના સંહારક ગણપતિ બાપ્પા, જુઓ Photo

ગુજરાતના સુરતમાં રહેતા મૂર્તિકાર આશિષ પટેલની કલ્પનાશીલતાની તો તમે વાહ-વાહ કરી ઉઠશો અને શ્રીગણેશની સામે નતમસ્કત થઇ જશો

નવી દિલ્હી: કોરોના કાળમાં ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ થઇ ગઇ છે. આ વર્ષે સમગ્ર દેશમાં આ પ્રસિદ્ધ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવશે નહીં. જે રીતે દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર સમગ્ર દેશભરમાં ધીરે ધીરે લોકો ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા લાગ્યા છે, પરંતુ કોરોનાના કારણે આ વખતે લોકો પોતાના ઘરે સ્થાપના કરતા જોવા મળી રહ્યાં છે.

ગજાનન મહારાજ શિખવાડશે બીમારીથી બચવાની રીત

1/5
image

ગુજરાતના સુરતમાં રહેતા મૂર્તિકાર આશિષ પટેલની કલ્પનાશીલતાની તો તમે વાહ-વાહ કરી ઉઠશો અને શ્રીગણેશની સામે નતમસ્કત થઇ જશો. પટેલે તેમની અદ્ભુત કલાનો પરિચય આપતા કોરોના સંહારક ગણપતિનું સર્જન કર્યું છે.

કોરોના વોરિયર ડોક્ટરના રૂપમાં ગણપતિ

2/5
image

કર્ણાટકના બેંગલુરુમાં એક મૂર્તિકારે ખુબ જ રચનાત્મક ગણપતિજીની મૂર્તિ તૈયાર કરી છે. તમામ પ્રકારના વિઘ્નોને હરનાર વિઘ્નહર્તા ગણેશજીને મૂર્તિકાર શ્રીધરે ડોક્ટર અને નર્સનો આકાર આપ્યો છે. તેની આ મૂર્તિમાં જોવા મળી રહ્યું છે કે, ગણપતિ પોતે દર્દીઓની તેમના હાથે સેવા કરી રહ્યાં છે. શ્રીધર તેના દ્વારા ડોક્ટરને ધરતીના ભગવાન તરીકે રજૂ કરે છે.

કોરોનાથી બચાવવા આવ્યા શ્રીગણેશ

3/5
image

તમિલનાડુના રહેવાસી એક મૂર્તિકારે પણ શ્રીગણેશની કલ્પના કોરોના વોરિયર્સ તરીકે કરી છે. રાજા નામના આ કલાકારે તો શ્રીગણેશ અને કોરોનાની વચ્ચે ભીષણ યુદ્ધ પણ બતાવું છે, જેમાં કોરોનાને હારનો સામનો કરવો પડે છે.

ગણેશજી આપશે ઇમ્યુનિટીનું વરદાન, ઔષધિની બનાવી મૂર્તિ

4/5
image

કોરોનાને માત આપવા માટે છત્તીસગઢના આ કલાકારનો પ્રયાસ અદ્ભુત છે. રાયપુરના રહેવાસી મૂર્તિકારે કાગળ, વૃક્ષ, અનાજ, મસાલા અને ઔષધિઓના મિશ્રણથી ગણપતિની મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિમાં ઘણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

5/5
image