Lalbaugcha Raja ની પહેલી ઝલક સામે આવી, મંગલમૂર્તિનું મનોહર રૂપ જોઈને તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ
મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાની પહેલી ઝલક સામે આવી છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વહેતી થઈ છે.
ભ્રાંતિ ઠાકર, અમદાવાદઃ ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત થયાના આગલા દિવસે એટલે મંગળવારના રોજ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના પહેલી ઝલક જોવા મળી....દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં આવતા ભક્તોનું સ્વાગત કરવા ગણેશોત્સવ મંડળની તમામ તૈયારી છે. ગણેશજીની આ મૂર્તિમાં જોઈ શકાય છે કે એક હાથમાં ચક્ર અને બીજા હાથમાં કુહાડી ધારણ કરેલી છે. લાલ ખેસ અને ગોલ્ડન બોર્ડરવાળી ધોતી સાથે ગણપતિદાદાની મૂર્તિ ખુબ મનોહર લાગે છે. માથે મુગટ, ઓમ વાળુ આસન, ગદા સાથે સિંહાસન પર બિરાજમાન છે વિધ્નહર્તા. લાલબાગના રાજાના અનુપમરૂપમાં એકદંતના સાક્ષાત દર્શન કરવા ભક્તો આતુર છે.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Trending Photos