Gandhinagar પોલીસનાં દરોડા: અર્ધનગ્ન 9 યુવતીઓ, 4 યુવકો દારૂ પીને કરતા હતા એવું કામ કે...

રંગમાં ભંગ: જ્યાં જુઓ ત્યાં દારૂ જ દારૂ, અમીર બાપની અર્ધનગ્ન બેટીઓ, જોરશોરથી ચાલતું મ્યુઝીક...

1/8
image

ગાંધીનગર : રાજ્યમાં દારૂ બંધી હવે ખાલી નામની જ હોય તે પ્રકારની ઘટનાઓ રાજ્યમાં અવાર નવાર બનતી રહે છે. રાજ્યમાં પરપ્રાંતથી આવતા યુવક યુવતીઓ ઉપરાંત સ્થાનિકો પણ મોટા પ્રમાણમાં દારૂ પિતા હોય છે. 

2/8
image

દારૂ પણ ગમે તે પ્રકારે રાજ્યમાં ઘુસાડવામાં આવતો હોય છે. ઘણી વાર દારૂ પિતા પકડાવાના અને ઘણી વાર દારૂ ઘુસાડતા પકડાતા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે.   

3/8
image

4/8
image

જો કે આજે ગાંધીનગરનાં ઇન્ફોસિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં અત્યંત ધનાઢ્ય પરિવારનાં ખુબ જ ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા 4 યુવકો અને 9 યુવતીઓ અર્ધનગ્ન હાલતમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. 

5/8
image

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આજે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને ફોન આવ્યો હતો કે, સરગાસણના સ્વાગત એફોર્ટ સોસાયટીનાં ફ્લેટમાં X-501 કેટલાક છોકરાઓ અને છોકરીઓ સ્પિકર પર જોરજોરથી ગીતો વગાડીને નાચી રહ્યા છે. 

6/8
image

જેના કારણે પોલીસ દ્વારા સ્થળ પર દરોડા પાડતા ત્યાંથી 4 યુવક અને 9 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. ઘરમાં દારૂની બે બોટલ અને અન્ય કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. જે તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી છે. 

7/8
image

જો કે જ્યારે પોલીસ પહોંચી ત્યારે યુવતીઓ અર્ધનગ્ન હાલતમાં પડેલી હતી. એક યુવતીએ તો એટલો નશો કર્યો હતો કે તે બેહોશીની હાલતમાં હતી. જ્યારે અન્ય યુવતીઓ નશાની હાલતમાં ઝડપાઇ હતી. વીડિયોમાં યુવક યુવતીઓ સ્પષ્ટ રીતે નશો કરેલા હોવાનું અને પોલીસને નહી બોલાવવાની આજીજી કરતા જોવા મળે છે. તમામ વિદ્યાર્થીઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજનાં વિદ્યાર્થીઓ હોવાનું પણ સામે આવ્યું છે. તમામ ડોક્ટરીનો અભ્યાસ કરી રહ્યા છે. હાલ તો પોલીસે તમામની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

8/8
image

ઝડપાયેલા આરોપીઓ...  (1) પાર્થ રાજેન્દ્રભાઈ સોજીત્રા, (2) અક્ષત વરપ્રર્ષાદ (3) સ્મૃતિ સદાનંદ પૂજારી (4) પૂજા મંગેશભાઈ સાંબારે (5) પ્રજવલ વિજયભાઈ કશ્યપ (6) અર્જુન દિલીપભાઈ કાનત (7) શ્રીજા શ્રીનિવાસ અપન્ના (8) નમ્રતા મનોજભાઈ અગ્રવાલ (9) દિવ્યાંશી મેહુલભાઈ શર્મા (10) શ્રેયા રામાનંદ મિશ્રા (11) નિહારીકા રાહુલ જૈન (12) ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત (13) અવની રાકેશભાઈ અગ્રવાલ