આજે બુદ્ધ પૂર્ણિમા પર બન્યો અત્યંત શુભ ગજકેસરી યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ચારેકોરથી સફળતા કદમ ચૂમશે

Gajkesari yog : આજે બુદ્ધપુર્ણિમાના દિવસે ચંદ્રમા મંગળ ગ્રહની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરશે જ્યારે ગુરુ ગ્રહ વૃષભ  રાશિમાં બિરાજમાન છે. ચંદ્રમા અને ગુરુ ગ્રહ આ પ્રકારે એક બીજાથી કેન્દ્રભાવમાં રહેશે જેનાથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે બુદ્ધ પૂર્ણિમા છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ શુભ દિવસે ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. 

Gajkesari yog :  બુદ્ધ પૂર્ણિમા પર ગજકેસરી યોગની સાથે શિવ યોગ, સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અનુરાધા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જેનાથી દિવસનું મહત્વ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલી શુભ યોગનો 5 રાશિઓને ફાયદો થવાનો છે. આ રાશિવાળાના દરેક કાર્ય આત્મવિશ્વાસ સાથે પૂરા થશે અને કામમાં મોટી સફળતા મળશે. આ ઉપરાંત કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થશે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે જેનાથી જીવનમાં સમૃદ્ધિ આવશે. જાણો તે લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ

1/5
image

વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ શાનદાર રહેશે. અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અને આધ્યાત્મિક મામલે રૂચિ વધશે. પૈસા કમાવવાની તક મળશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફની તમામ  જરૂરીયાતો પૂરી થઈ શકશે. બિઝનેસ પાર્ટનર તમારી સફળતામાં યોગદાન આપશે અને સફળ વેપારી તરીકે તમારી ઓળખ બનશે. નોકરીયાતોને ઉપરી અધિકારીઓનો સાથ મળશે, જેનાથી સમયસર કાર્યો પૂરા થશે અને સહકર્મીઓ સાથે સંબંધ સારા રહેશે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો પરિવારના તમામ સાથે સંબંધ સારા રહેશે અને માતા પિતા પાસેથી સલાહ લેશો. સાસરિયા પક્ષ સાથે અણબનાવ દૂર થશે અને સંબંધ મજબૂત થશે. 

ઉપાય- રોગ અને બાધાઓથી મુક્તિ માટે સત્યનારાયણ ભગવાન અને  બૃહસ્પતિવારની કથા સાંભળો અને પીળા રંગના કપડાં પહેરી મીઠા વગરનું ભોજન કરો. 

કર્ક રાશિ

2/5
image

કર્ક રાશિવાળા માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. કર્ક રાશિવાળાનો આત્મવિશ્વાસ વધશે અને તમને તમારા કામ પર ગર્વ થશે. આર્થિક સ્થિતિ અપેક્ષા મુજ રહેશે અને અટવાયેલું ધન પાછું મળશે. રોકાણ માટે દિવસ શુભ છે અને નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા પણ પૂરી થશે. તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે. વેપારીને નફો થવાની શક્યતા અને હરીફોથી આગળ રહેશો. નોકરીયાતોને આવકમાં વધારા માટે કોઈ બીજી કંપનીમાં ઈન્ટરવ્યું માટે જવું પડી શકે. શુભ પરિણામ મળશે. 

ઉપાય : ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કેસર, પીળા ચંદન, હળદરનું દાન કરો. તેનું તિલક પણ કરો. તેનાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થાય છે. 

કન્યા રાશિ

3/5
image

કન્યા રાશિ માટે દિવસ ઉત્તમ રહેશે. ભગવાન વિષ્ણુની કૃપાથી અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ધનલાભના પ્રબળ યોગ છે. અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. અનેક પ્રભાવશાળી લોકો સાથે ઓળખ થશે. જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હશો તો સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે. કોઈ જૂના રોકાણથી સારો ફાયદો થશે. નોકરીયાતો અને વેપારીઓને મોટી સફળતા મળશે અને પરિણામ પણ ખુશ કરે તેવા હશે. દાંપત્ય જીવનની વાત કરીએ તો  જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. 

ઉપાય : કાર્યક્ષેત્રે પ્રગતિ માટે ગુરુવારે ઘરના પૂજાઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળે પીળા રંગનો ઉપયોગ કરો તથા લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુનો ભોગ ધરાવો. 

તુલા રાશિ

4/5
image

તુલા રાશિવાળા માટે લાભદાયક દિવસ રહેશે. જરૂરિયાતો પૂરી કરવાની સાથે સાથે બચત પણ કરી શકશો. જીવનસાથી સાથે કોઈ પ્રોપર્ટીની ખરીદી કરી શકો છો. સમાજીક ગતિવિધિઓમાં આગળ પડતો ભાગ લેશો અને નવા લોકો સાથે મળીને નવો અનુભવ મેળવશો. સ્વાસ્થ્ય સારું રહેશે અને ભાગ્યનો સાથ મળવાથી દરેક કાર્યમાં સારી એવી સફળતા મળશે. વેપારીઓને સારો લાભ થવાના યોગ છે. આજુબાજુનો માહોલ  સારો રહેશે. લાઈફમાં જબરદસ્ત સકારાત્મક ફેરફાર આવશે. જેના પગલે તમને મોટો લાભ થશે.

ઉપાય : રોજગાર સંબંધિત સમસ્યા માટે કળાના વૃક્ષની પૂજા કરો અને પીળી વસ્તુ જેમ કે ફળ, કપડાં વગેરે ચીજોનું દાન કરો. પરંતુ કેળું ખાવાથી બચો

કુંભ રાશિ

5/5
image

કુંભ રાશિવાળા માટે આજનો દિવસ ફળદાયી રહેશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને સમગ્ર પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. રોજગારની શોધ કરનારા યુવાઓને સારા સમાચાર મળી શકે છે અને વિદેશ જવાની તક મળશે. ભાગ્યનો સાથ મળવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે અને ખર્ચા પણ સરળતાથી સંભાળી શકશો. નોકરીયાતો માટે દિવસ અનુકૂળ રહેશે અને કાર્યક્ષેત્ર તમારા કામથી શાનદાર પ્રદર્શન કરશો. ભાઈ બહેન સાથે સંબંધ સારા રહેશે અને તેમનો સહયોગ પણ મળશે. 

ઉપાય- ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરો અને દેશી ઘીનો દીવો પ્રગટાવીને વિધિવત પૂજા કરો. આ સાથે જ પીળા કપડાં પહેરો અને પીલી વસ્તુનું સેવન કરો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)