Budh Gochar 2023: બુધના ગોચરથી સર્જાયો ગજકેસરી રાજયોગ, આ 6 રાશિના લોકોને થશે સૌથી વધુ લાભ

Budh Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહ બુદ્ધિ તર્ક વાણી અને મિત્રનો કારક હોય છે. સૂર્ય અને શુક્ર બુધ ગ્રહના મિત્ર હોય છે જ્યારે ચંદ્ર અને મંગળ બુધના શત્રુ ગ્રહ છે. 7 જૂન 2023 ના રોજ બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર થયું છે. જેના કારણે ગજ કેસરી રાજયોગનું નિર્માણ થયું છે. આ યોગ 6 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. 

વૃષભ રાશિ

1/6
image

આ રાશિના જાતકોને નોકરીની સારી તક મળશે. વિદેશમાં શિક્ષા અથવા તો નોકરી મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ માન સન્માન વધશે. અધૂરા કાર્ય સફળતાથી પૂર્ણ થશે રોગથી મુક્તિ મળશે.

કર્ક રાશિ

2/6
image

બુધનું ગોચર કર્ક રાશિના જાતકો માટે પણ શુભ ફળદાયી રહેવાનું છે. વૈવાહિક જીવન સારું રહેશે. કામકાજમાં સારું પ્રદર્શન કરશો. અટકેલું ધન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

કન્યા રાશિ

3/6
image

પારિવારિક માહોલ સારો રહેશે. આર્થિક સ્થિતિ ફાયદાકારક રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે. આ સમય દરમિયાન ફરવા અને ખરીદી પર ખર્ચ થશે પરંતુ આવક પણ વધશે. 

તુલા રાશિ

4/6
image

ગજકેસરી યોગ તુલા રાશિના લોકોને પણ ફાયદો કરાવશે. આ સમય દરમિયાન શત્રુ પ્રાચીત થશે અને કાર્યમાં સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે અને સમાજમાં માન સન્માન વધશે. રોકાણથી સારો લાભ પ્રાપ્ત થશે.

મકર રાશિ

5/6
image

આ સમય અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. કારકિર્દીમાં સફળતા મળશે. સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા લોકોને સફળતા મળશે

મીન રાશિ

6/6
image

મીન રાશિના લોકો માટે પણ આ સમય કારકિર્દીમાં પ્રગતિ કરાવનાર સાબિત થશે. વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા પૂરી થશે. અગાઉ કરેલા રોકાણનું સારું રિટર્ન મળશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી જે ઈચ્છા અધૂરી હતી તે પૂરી થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)