કોરોનાકાળમાં રેસ્ટોરન્ટ સાવ ખાલી ખાલી...એવો ઉપાય અજમાવ્યો કે હવે ગ્રાહકોની લાગે છે લાંબી લાઈન

કોરોનાકાળમાં દેશ દુનિયાના મોટાભાગના રેસ્ટોરન્ટ્સ મોટું નુકસાન સહન કરી રહ્યા છે. કોરોનાની બીકે લોકો રેસ્ટોરન્ટમાં જતા ડરે છે. આવામાં કોલકાતાની એક રેસ્ટોરન્ટે એવો અનોખો પ્રયોગ કર્યો કે તેના ત્યાં ગ્રાહકો ઉમટી રહ્યા છે.

કોલકાતા: કોરોનાકાળમાં દેશ દુનિયાના મોટાભાગના રેસ્ટોરન્ટ્સ મોટું નુકસાન સહન કરી રહ્યા છે. કોરોનાની બીકે લોકો રેસ્ટોરન્ટમાં જતા ડરે છે. આવામાં કોલકાતાની એક રેસ્ટોરન્ટે એવો અનોખો પ્રયોગ કર્યો કે તેના ત્યાં ગ્રાહકો ઉમટી રહ્યા છે. રેસ્ટોરન્ટ ગ્રાહકોને વિના મૂલ્યે ઝિપ માસ્ક (Free zip masks) આપે છે. 

રેસ્ટોરન્ટમાં મળે છે ઝિપવાળું માસ્ક

1/4
image

મળતી માહિતી મુજબ કોલકાતાના Wok’ies રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ઝિપવાળું માસ્ક અપાય છે. આ માસ્કનો ફાયદો એ છે કે માસ્ક ઉતાર્યા વગર જ લોકો ઝિપ ખોલીને ભોજપ કે પાણી ગ્રહણ કરી શકે છે અને પછી આરામથી ઝિપ લગાવીને ચહેરો કવર કરી શકે છે. 

ફ્રી માસ્ક મળવાથી ગ્રાહકોની સંખ્યા વધી

2/4
image

રેસ્ટોરન્ટમાં ઝિપવાળું ફ્રી માસ્ક આપવાથી ગ્રાહકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ભોજન બાદ ગ્રાહકોને આ માસ્ક ગિફ્ટ તરીકે હંમેશા માટે આપી દેવાય છે. રેસ્ટોરન્ટની આ પહેલને લોકોએ વધાવી લીધી છે અને ત્યાં આવનારા ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. 

કોરોનાકાળમાં રેસ્ટોરન્ટમાં જતા ડરે છે લોકો

3/4
image

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 50 ટકા ક્ષમતા સાથે તમામ રેસ્ટોરન્ટ્સને સપ્ટેમ્બર મહિનામાં જ શરૂ કરવાની મંજૂરી આપેલી છે પરંતુ કોરોનાના ડરથી લોકો હજુ પણ હોટલોમાં જતા ડરે છે. જેના કારણે દેશની મોટાભાગની  હોટલો હજુ પણ ગ્રાહકો વગર સૂની જોવા મળી રહી છે. 

લોકોની સુરક્ષા અને ડરને જોઈને અપનાવ્યો આ આઈડિયા

4/4
image

Wok’ies રેસ્ટોરન્ટની માલિકણ સોમોશ્રી સેનગુપ્તા કહે છે કે તેઓ લોકોની સુરક્ષાની સાથે સાથે કોરોના પ્રત્યેનો તેમનો ડર પણ ઓછો કરવા માંગતા હતાં. આથી બંને જરૂરિયાતોને જોતા ઝિપવાળા માસ્કનો આઈડિયા તેમના મગજમાં આવ્યો. તેમણે કહ્યું કે લોકો પણ તેમની પહેલને સપોર્ટ કરી રહ્યા છે અને રેસ્ટોરન્ટમાં લોકોની ભીડ ઉમટી રહી છે.