છોતરા કાઢી નાંખશે! શું વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે સાઈડમાંથી નીકળી જશે? જાણો અંબાલાલની આગાહી
Ambalal Ni Agahi: અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપર તેની શક્યતા નહિવત છે. જો કે આમ છતાં આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે. પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન ખાતાએ કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ ઉપરાંત વિખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તે ખાસ જાણો.
આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બર બંગળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે.17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે.
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. તે બાદ તે ધીમે-ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. અરબ સાગરમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય છે. આ લો-પ્રેશર હજુ પણ મજબૂત બનવાની સંભાવના છે. બંગાળની ખાડીના લો-પ્રેશરની અસર થાય તો હાલાકી વધી શકે છે. આવામાં 19-20 ઓક્ટોબરથી અસર થવાની આશંકા છે. જોકે, અરબ સાગરમાં ડિપ્રેશનની દિશા ઓમાન તરફ છે.
વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાની આગાહીથી પણ ચિંતા વધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે એવી આગાહી છે.
અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે. પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઇ રહી છે. હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી. તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે, પરંતુ હવે લોકલએક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે.
અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. ગુજરાતના નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. નવસારીની નીચેના વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે.
Trending Photos