100-120 કિ.મીની ઝડપે ફંકાશે પવન! ચક્રવાત ઓમાન તરફ નહીં ફંટાય તો ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ

Gujarat Weather Forecast: ગુજરાતમાં માવઠા સાથે ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં માત્ર વરસાદની આગાહી કરી છે. 

 

1/9
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં, પરંતુ દેશમાં એક નહીં બે-બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.

2/9

ભારતના સમુદ્રમાં ચક્રવાતની શક્યતા વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી છે. રાજ્યના લોકોને 26મે સુધી ગરમીથી રાહત નહી મળે. તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેશે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે. રોહિણી નક્ષત્રનો વરસાદ રહેશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે. રોહિણી નક્ષત્રમાં પવનની ગતિ વધી રહેશે. એવામાં પાણી વધુ શોષાતા જો પીયતની સુવિધા હોય તો જ પાક લેવો. 

3/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100-120 kmની ઝડપે પવન ફંકાશે. અરબ સાગરમા મેના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા છે. આંધીવંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા.

4/9
image

મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે. 17 થી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે. સારા સમાચાર એ છે કે, રાજ્યમાં 2024 ના ચોમાસામાં 106 ટકા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 

5/9
image

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે. ત્યારબાદ 20 થી 22 મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે.

ચોમાસાની આગાહી

6/9
image

અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 24 મે સુધી માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે.

વાવાઝોડું આવશે

7/9
image

જોકે, હવામાન નિષ્ણાતે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે. 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે. હવામાન ખાતુ ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે. હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભું થશે. 

8/9
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા કહ્યું કે 17 મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે. આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી પાર કરી જશે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ પડશે. પશ્વિમ બંગાળમાં 100થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી આપી છે. 22મી મેની આસપાસ બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આકાર લેશે અને મે મહિનાના અંતમાં કે જૂન મહિનાની શરૂઆતમાં આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. તો એક વાવાઝોડાની નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં તો ગુજરાત પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. 

9/9
image

આમ, વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિ ઉદભવશે. પરંતું આ વચ્ચે 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. ૩૦ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. જેના બાદ 26 મેથી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે.