આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? અંબાલાલની 'એલર્ટ' વાળી આગાહી!
Ambalal Patel Forecast: ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં ૧ થી ૩ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે. બંગાળની ખાડીનું લો પ્રેસર ગુજરાત નજીક પહોંચ્યું છે. આજથી 30 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર 24 કલાકમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, સુરત, સાબરકાંઠા,બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 5થી 7 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ અલર્ટ હવામાન વિભાગ દ્વારા અપાયું છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ અલર્ટ છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ઓરેન્જ અલર્ટ છે. રાજ્યના 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે. તો અમરેલી અને ભાવનગરમાં પણ આજે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ આવશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આગામી બે થી ત્રણ દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ મોન્સૂન ટ્રફ ગુજરાત નજીક આવતા, ઓફશૉર ટ્રફ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતા તેમજ સાયલોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે.
ગુજરાતમાં અહી ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગરમાં હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા
અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે. લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થયું છે.
Trending Photos