ગુજરાતમાં મીની વાવાઝોડાનો ખતરો! 15 ઓગસ્ટ બાદ આગામી દિવસો ભારે, સર્જાશે પૂરની સ્થિતિ!
Ambalal Patel Varsad Agahi: અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. જેથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ પેદા થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ફરી એક વખત લોકોને મુશ્કેલી ભોગવવી પડશે.
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તો 9 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની ગતિ 55થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે.
ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. વધુમાં એમણે જણાવ્યુંકે, 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યા વરસાદ પડવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. કારણકે, એક સાથે રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સ્થિતિ કંઈક નવાજૂની કરી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યા કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છેકે, હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆંધાર રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સક્રિય બનેલા થંડર સ્ટ્રોમની સ્થિતિને કારણે સ્થિતિ વિકટ બની શકે છે. કારણકે, આ થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતમાં 45 થી 50ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. થંડર સ્ટોમ એક્ટિવિટીના લીધે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
Trending Photos