ગુજરાતીઓને કોઈ ના પહોંચે! સુદામાપુરીમાં વિશ્વનો સૌથી લાંબો ચોકલેટબાર બનાવી આ ફોઈ-ભત્રીજાએ કમાલ કરી

અજય શીલુ/પોરબંદર: સુદામાપુરી તેમજ ગાંધી જન્મભૂમિ તરીકે જગવિખ્યાત પોરબંદરમાં રહેતા ફઈ અને ભત્રીજાએ સાથે મળી ચોકલેટ બારને લઈને અનેરો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અવનવા રેકોર્ડ્સની નોંધ માટે દુનિયાભરમાં જેને સૌથી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. તેવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ જે રેકોર્ડને સ્થાન મળ્યુ છે. ત્યારે ચાલો જોઈએ શુ છે ચોકલેટ બારનો આ અનોખો રેકોર્ડ જેની નોંધ દુનિયાભરમાં નોંધ લેવાઈ છે. 

1/6
image

પોરબંદરના સુતારવાડામાં રહેતા કિશન હિંડોચા અને તેના ફઈ મૃદુલા હિંડોચાએ ચોકલેટ બારને લગતો અનોખો રેકોર્ડ પોતાના નામે કરી પોરબંદર સહિત રાજ્ય અને દેશનુ નામ રોશન કર્યું છે. કિશન હિંડોચા કે જેણે અમદાવાદથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે તો તેમના ફઈ મૃદુલા હિંડોચા છેલ્લા ધણા વર્ષોથી અવનવા કેક બનાવે છે. 

2/6
image

આ બંન્નેએ સાથે મળી ચોકલેટ બારનો રેકોર્ડ બ્રેક કરવાનું નક્કી કરતા તેઓએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સનો સંપર્ક કરતા તેઓને 2 હજારથી વધુ ચોકલેટ બારની લાંબી લાઈન બનાવવાથી આ રેકોર્ડ તેઓના નામે થઈ શકશે તેવુ જણાવ્યુ હતુ.

3/6
image

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા રાખવામાં આવેલ શરતો અને સુચનોને અનુસરીને આ બંન્ને ફઈ ભત્રિજાએ અંદાજે 15 થી 17 દિવસ સુધી ચોકલેટ બનાવી જેના 110 કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આખરે ચોકલેટ તેમજ રેકોર્ડ્સ અટેમ્પ્ટ કરતી વેળાએ જરૂરી આઈ વિટનેસ, હાઈજેનીક ઓફિસર તેમજ કાઉન્ટીંગ માટે સીએ સહિતની ઉપસ્થિતિમાં 2 એપ્રિલના રોજ વિડીયોગ્રાફી સાથે 2308 ચોકલેટ બાર કે જેની લંબાઈ 288 મીટર જેટલી થઈ હતી. 

4/6
image

તેની સંપૂર્ણ પ્રક્રિયા થયા બાદ સંપૂર્ણ નિયમો મુજબ વિડીયોગ્રાફી ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા હતા. જેની સંપૂર્ણ ચકાસણી બાદ હાલમાં ત્રણ માસ બાદ સૌથી લાંબી ચોકલેટ બારનો રેકોર્ડ તેઓના નામે થયો છે. તેવું સર્ટિફિકેટ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા બાય પોસ્ટ મોકલવામાં આવતા બંન્ને પાર્ટિસિપન્ટ્સ તેમજ પરિવારમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

5/6
image

દુનિયાની સૌથી મોટી ચોકલેટ બારનો રેકોર્ડ બદલ મૃદુલા હિંડોચા તેમજ તેઓના ભત્રીજા કિશન હિંડોચાએ ખુશી વ્યક્ત કરી હતી. મૃદુલા હિંડોચાએ જણાવ્યુ હતુ કે, આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે ખુબ જ મહેનત કરવી પડી છે, પરંતુ મહેનતનુ ફળ મળ્યુ હોય તેમ દુનિયાની સૌથી મોટી ચોકલેટ બારનો રેકોર્ડ તેઓના નામે થતા અને તેની નોંધ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં થઈ છે તે વાતની ખુશી છે. આ રેકોર્ડ પોતાના નામે કરનાર બંને પાર્ટીસિપેટ સહિત પરિવારજનોમાં આ વાતને લઈને ખુશી જોવા મળી હતી.

6/6
image

અવનવા અને એકદમ યુનિક રેકોર્ડસ તે પણ તમામ શર્તોને આધિન એટેમ્પ્ટ સફળતાપૂર્વક કર્યા બાદ જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં તે રેકોર્ડસને સ્થાન મળતું હોય છે. ત્યારે નાના એવા પોરબંદરમાંથી આ પ્રકારનો અનોખો દુનિયાની સૌથી લાંબી ચોકલેટ બાર બનાવવાનો રેકોર્ડની નોંધ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં થતા પોરબંદર સહિત રાજ્ય અને દેશ માટે ગર્વની વાત છે તેમ કહી શકાય.