PICS: 50 યુવતીઓ રસ્તાની વચ્ચોવચ ઊભી રહીને કપડાં ઉતારવા લાગી, લોકો શરમથી થયા પાણી પાણી

Viral News: ઈટાલીના એક ચાર રસ્તે મોટી સંખ્યામાં એર હોસ્ટેસે એક સાથે કપડા ઉતારીને પ્રદર્શન કરવા માંડતા હડકંપ મચી ગયો. આ એર હોસ્ટેસ એલિટાલિયા એરલાઈન્સ (Alitalia Airlines) ની પૂર્વ એર હોસ્ટેસ છે. જ્યારે એર હોસ્ટેસે પોતાના કપડાં ઉતારવાના શરૂ કર્યા તો લોકો ભેગા થવા લાગ્યા અને આંખો પહોળી કરીને જોવા લાગ્યા. 

ઈટલીમાં એર હોસ્ટેસનું અનોખુ પ્રદર્શન

1/5
image

સીએનએનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ લગભગ 50 એર હોસ્ટેસે ઈટાલીના કેમ્પીડોગ્લિયોમાં પ્રદર્શન કર્યું. આ એર હોસ્ટેસ સેલરી કટ અને નોકરી જવાના કરાણે પરેશાન છે. (ફોટો સાભાર- ધ હિલ)

કર્મચારીઓની નોકરી ગઈ

2/5
image

અત્રે જણાવવાનું કે એલિટાલિયા એરલાઈન્સને આઈટીએ એરવેઝે ટેક ઓવર કરી છે. જેના કારણે એલિટાલિયા એરલાઈન્સમાં કામ કરનારા અનેક કર્મચારીઓની નોકરી ગઈ. (ફોટો સાભાર- ધ હિલ)

એરલાઈન્સના 80 ટકા કર્મચારીઓ બેરોજગાર બન્યા

3/5
image

એલિટાલિયા એરલાઈન્સમાં લગભગ 10 હજાર 500 કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ આઈટીએ એરવેઝમાં ફક્ત 2600 કર્મચારીઓને જ નોકરી મળી શકી. (ફોટો સાભાર- ધ હિલ)

આઈટીએ એરવેઝથી ખુશ નથી કર્મચારીઓ

4/5
image

આઈટીએ એરવેઝમાં કામ કરનારા એક કર્મચારીએ કહ્યું કે તેમને તેમની સિનિયારિટી પ્રમાણે જોબ મળી નથી. સેલરી પણ પહેલા કરતા ઓછી થઈ ગઈ છે. આમ છતાં તેમને એ પણ ખબર નથી કે આ જોબ ક્યાં સુધી રહેશે. (ફોટો સાભાર- ધ હિલ)

આઈટીએ એરવેઝને છે આ વાતનો ડર

5/5
image

એર હોસ્ટેસના પ્રદર્શન પર આઈટીએ એરવેઝના પ્રેસીડેન્ટ અલ્ફ્રેડો અલ્ટાવિલાએ કહ્યું કે તમામ કર્મચારી કંપનીના નિયમોને માને છે અને તેમણે કોન્ટ્રાક્ટ પર સાઈન કરી છે. મને નથી લાગતું કે કર્મચારીઓ સ્ટ્રાઈક કરશે. જો તેઓ આમ કરશે તો તેમના વિરુદ્ધ પ્રદર્શન થશે. (ફોટો સાભાર- ધ હિલ)