Dream Interpretation: શું આ 5 સ્વપ્ન તમને વારંવાર જોવા મળે છે? તો જાણો તે પાછળ શું કારણ છે

કેટલાક સપના સારી અને સકારાત્મક વસ્તુ તરફ સંકેત આપે છે, જ્યારે કેટલાક સપના અશુભ અને નકારાત્મકતા તરફના સંકેતો આપનારા હોય છે. આવી સ્થિતિમાં, સ્વપ્નમાં વસ્તુઓ જોયા પછી, તમારે સતર્ક રહેવું જોઈએ, અહીં વાંચો.

નવી દિલ્હી: કદાચ જ એવો કોઈ વ્યક્તિ હશે જેને ઉંઘમાં સપના ન આવતા હોય. કેટલાક સપના આપણને યાદ રહી જાય છે તો કેટલાક સપના એવા હોય છે કે, સવારે ઉઠતાની સાથે જ ભૂલી જઈએ છીએ. તો કેટલાક સપનાના કેટલા ભાગ આપણને યાદ રહી જાય છે પરંતુ આખું સપનું નહીં. સ્વપ્ન શાસ્ત્રનું માનીએ તો સપના 2 પ્રકારના હોય છે. એક જો સારા ભવિષ્ય અને સકારાત્મક વસ્તુ તરફ સંકેત કરે છે તો બીજી તરફ જે નેગેટિવ વસ્તુના સંકેત આપે છે. આજે અમે તમને એવા સપના વિશે જણાવી રહ્યા છીએ જે આવનારા સમયમાં મુશ્કેલીના સંકેત આપે છે.

સ્વપ્નમાં વરઘોડો જોવો

1/5
image

સ્વપ્નમાં કોઈનો વરઘોડો જોવો અથવા ઢોલ નગારા વાગતા જોવું પણ સારું નથી. આ પ્રકારનું સ્વપ્ન આ વાત તરફ ઈશારો કરે છે કે, તમારા જીવનમાં આવનારા સમયમાં કોઈ પ્રકારની મુશ્કેલી અથવા સંકટ આવવાનું છે.

સ્વપ્નમાં વેરાન બગીચો જોવો

2/5
image

જો કોઈને સ્વપ્નમાં એવો બગીચો જોવા મળે જે વેરાન છે જેમાં લીલોતરી નથી તો તે પણ ગંભીર વેદના તરફના સંકેત કરે છે.

સ્વપ્નમાં કીડી-મકોડા જોવા

3/5
image

સ્વપ્નમાં કીડીઓ અથવા મકોડાને જોવા પણ આગામી સમયમાં દુ:ખના સંકેત છે. તમે જેટલા વધારે પ્રમાણમાં જંતુઓ જોવો છો એટલી જ વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સ્વપ્નમાં ભૂકંપ જોવો

4/5
image

જો સ્વપ્નમાં ભૂકંપનું દ્રશ્ય જોવામાં આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે સ્વપ્ન જોવાનો અર્થ એ છે કે તમારા બાળકને ભવિષ્યમાં કોઈ પ્રકારની સમસ્યા આવી શકે છે.

સ્વપ્નમાં બિલાડીને જોવી

5/5
image

જો તમે તમારા સ્વપ્નમાં બિલાડી જોઇ હોય તો તેને શુભ કહી શકાય નહીં. આ પ્રકારનું સ્વપ્ન ખરાબ સમયના સંકેત આપે છે અને સાથે જ તેનો અર્થ એ પણ થાય છે કે, ભવિષ્યમાં કોઈ તમારી સાથે વિશ્વાસઘાત કરવાનો છે.

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)