PHOTOS: મુંબઈથી અમદાવાદ દોડનારી Bullet Train નો જુઓ First Look

ભારતમાં જાપાનના દૂતાવાસે E5 Seires Sinkansen ની તસવીરો બહાર પાડી છે.

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાં બુલેટ ટ્રેન પણ સામેલ છે અને હવે આ સપનું તેમનું પૂરું થવા જઈ રહ્યું છે. બુલેટ ટ્રેનની પહેલી તસવીર સામે આવી છે.

1/5
image

ભારતમાં જાપાનના દૂતાવાસે E5 Seires Sinkansen ની તસવીરો બહાર પાડી છે. જેને મોડિફાય કર્યા બાદ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર બુલેટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. 

2/5
image

બુલેટ ટ્રેન લગભગ 350 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડે તેવી આશા છે. તેની સરખામણીમાં હાલ દોડતી ટ્રેનોને અંતર કાપવામાં 7 કલાક લાગે છે. 

3/5
image

એક જાણકારી મુજબ મુંબઈ-અમદાવાદ વચ્ચે 505 કિમી હાઈસ્પીડ રેલવે કોરિડોર પર લગભગ 98000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. 

4/5
image

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ભાડું લગભગ 3000 રૂપિયા હશે. પ્રોજેક્ટ પૂરો થયા બાદ બુલેટ ટ્રેન સવારે છ વાગ્યાથી મોડી રાતે 12 વાગ્યા સુધીમાં 70 ફેરા (દરેક બાજુથી 35 ફેરા) મારશે. 

5/5
image

પીએમ મોદી અને તે સમયના જાપાનના પીએમ શિંજો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ આ મહત્વના પ્રોજેક્ટનો પાયો 1.08 લાખ કરોડ (17 અબજ ડોલર) રૂપિયામાં રાખ્યો હતો.