BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ

દેશની બહાર યુએઈમાં મંદિર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2015માં PM નરેન્દ્ર મોદીની UAEની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આ જમીન BAPSને ભેટમાં આપી હતી.

યુએઈએ ભેટમાં આપી હતી જમીન

1/5
image

2015માં પીએમ નરેન્દ્ર મોદીની યુએઈની મુલાકાત દરમિયાન સરકારે મંદિર બનાવવા માટે જમીન આપી હતી. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ અલ નાહ્યાને આ જમીન ભેટમાં આપી હતી. (સૌજન્ય- baps hindu temple)

18 ફેબ્રુઆરી 2024થી સામાન્ય જનતા કરી શકશે દર્શન

2/5
image

મંદિર પ્રશાસનનું કહેવું છે કે 18 ફેબ્રુઆરી, 2024થી મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. 14 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર તમામ કાર્યક્રમોમાં મર્યાદિત સંખ્યામાં લોકોને નોંધણી દ્વારા તક મળશે. (સૌજન્ય- baps hindu temple)

ઉદઘાટન સમયે મર્યાદિત સંખ્યામાં હાજરી

3/5
image

હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે મંદિરના ઉદ્ઘાટનમાં કોણ સામેલ થશે અને તેમાં સામેલ થવાની પ્રક્રિયા શું છે, મંદિર પ્રશાસનનું કહેવું છે કે ઓછી સંખ્યામાં લોકો સામેલ થશે અને તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. (સૌજન્ય- baps hindu temple)

27 એકરમાં ફેલાયેલું છે મંદિર પરિસર

4/5
image

જો મંદિરના પરિસરની વાત કરીએ તો તે લગભગ 27 એકરમાં ફેલાયેલું છે. મંદિરમાં ભારતીય આદર્શો અને સ્થાપત્યને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. UAEના અબુ મરીખામાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. (સૌજન્ય- baps hindu temple)

UAEમાં બનશે પ્રથમ હિન્દુ મંદિર

5/5
image

ભારતની બહાર UAEમાં બહુ જલ્દી હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. મંદિર બનાવવાની દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. BAPSના અધિકારીઓનું કહેવું છે કે 14 ફેબ્રુઆરી, 2024થી ભક્તો દર્શન કરી શકશે.  (સૌજન્ય- baps hindu temple)