કોરોનાકાળમાં યોજાયેલી પેટાચૂંટણીમાં દ્રશ્યો બદલાયા, મતદારોના એક હાથમા ગ્લોવ્ઝ અને બીજા હાથમાં ચૂંટણીનું નિશાન

તમામ મતદારોનું આરોગ્ય વિભાગ દ્વારા તાપમાન ચેક કર્યા બાદ મતદાન મથકમાં પ્રવેશ અપાયો છે. તમામ મતદારને જમણા હાથમાં યુઝ એન્ડ થ્રો ગ્લોઝ આપવામાં આવી રહ્યા છે. અને ડાબા હાથ પર મત કર્યાનુ નિશાન કરવામાં આવી રહ્યું છે. આવુ કોરોનાકાળમાં પહેલીવાર થઈ રહ્યું છે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી કોરોનાકાળમાં આવતી પ્રથમ ચૂંટણી છે. ત્યારે આ ચૂંટણી (byelection) માટે અઢી કરોડ રૂપિયા અલગથી કોરોનાને કારણે ફાળવવામાં આવ્યા છે. જેથી કોવિડ ગાઇડલાઈન માટે વિશેષ વ્યવસ્થા કરી શકાય. તેમજ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે, એક બૂથ પર માત્ર 1000 મતદારો જ મતદાન કરી શકશે. પરંતુ આજે પેટાચૂંટણીમાં મતદાન વખતે અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદાન બૂથ પર ગોળ સર્કલ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. તો સાથે જ થર્મલ ગન, પ્લાસ્ટિક ગ્લોવ્ઝ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. આમ, પહેલીવાર ચૂંટણીના દ્રશ્યો બદલાયેલા જોવા મળ્યા. તો સાથે જ મતદારો અને બૂથ પર ફાળવવામાં આવેલા કર્મચારીઓ પણ માસ્ક સાથે જોવા મળ્યાં.

1/6
image

કોરોના સંક્રમણ વચ્ચે યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન

ધારી વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનને આખરી ઓપ અપાયો હતો. પહેલીવાર બૂથ પર ચૂંટણી અધિકારીઓ અને પોલીસ સ્ટાફની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ મૂકવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરીમાં કોરોના મહામારીનો ધ્યાને લઈને સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર, માસ્ક, ગ્લોઝ અને પ્રાથમિક દવાઓ સહિત ચૂંટણી પંચની તૈયારી કરાઈ હતી. 

2/6
image

ચૂંટણીમાં પહેલીવાર માસ્ક, થર્મલ ગન, ગ્લોવ્ઝ, સેનેટાઈઝર વગેરેનો ઉપયોગ જોવા મળ્યો. તો મતદારો પણ એકબીજાથી દૂર  ઉભેલા જોવા મળ્યા. આમ, કોરોનામાં પેટાચૂંટણીમાં કંઈક અલગ માહોલ જોવા મળ્યો. 

3/6
image

તમામ મતદારોનું આરોગ્ય વિભાગ દ્વારા તાપમાન ચેક કર્યા બાદ મતદાન મથકમાં પ્રવેશ અપાયો છે. તમામ મતદારને જમણા હાથમાં યુઝ એન્ડ થ્રો ગ્લોઝ આપવામાં આવી રહ્યા છે. અને ડાબા હાથ પર મત કર્યાનુ નિશાન કરવામાં આવી રહ્યું છે. આવુ કોરોનાકાળમાં પહેલીવાર થઈ રહ્યું છે. 

4/6
image

મતદાન સમયે જો કોઇ મતદાર નું તાપમાન વધારે હશે તો તેને ટોકન આપી સાંજે પાંચ થી છ વાગ્યા દરમિયાન મત માટે બોલાવવાનાં આવશે. તેમજ જો કોઇ મતદાર કોરોનાગ્રસ્ત હશે તો તેને પીપીઇ કીટ સાથે મતદાન કરવાનો મોકો આપવામાં આવશે. 

5/6
image

કોરોના પછી ગુજરાતમાં પ્રથમ ચૂંટણી, ખાસ ધ્યાન રખ્યું

6/6
image

કોરોના આવ્યા બાદ ગુજરાતની આ પ્રથમ ચૂંટણી છે. આવામાં સંક્રણણ ન ફેલાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500 ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે. કોવિડના કારણે 3400 થર્મલ ગન, 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ રબર ગ્લોવસ તથા મતદારો માટે 21 લાખ પોલિથીન ગ્લોવ્ઝની ખરીદી કરવામાં આવી છે. તો માસ્ક વગરના મતદારો માટે 3 લાખ માસ્ક પોલિંગ સ્ટાફને અપાશે. કોવિડ 19 પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે 8 હજાર PPE કીટ ઉપલબ્ધ થશે. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થર્મલ ગન, એન 95 માસ્ક 41 હજાર અને 85 હજાર સાદા માસ્ક રાખવામાં આવ્યા છે. 3026 મતદાન કેન્દ્રનું આજે સાંજે 5 વાગ્યા સુધી સેનિટાઈઝ કરવામાં આવશે.