ગુજરાતમાં કપાયેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રથમ ઘટના, 9 વર્ષની દીકરીનો હાથ 11 વર્ષની દીકરીને લગાવાયો
Surat News : સુરત શહેર અંગદાન માટે આખા વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે. ત્યારે માનવામાં ન આવે તેવી ઘટના બની છે. મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીનું અંગદાન કરાયું હતું. જેમાં વિશ્વમાં પ્રથમ વાર નાની વયની દિયાના હાથ ડોનેટ કરાયા હતા અને ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીમાં તેના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
વિશ્વમાં પહેલીવાર નાની ઉંમરની બાળકીના હાથનું દાન કરવાની ઘટના બની છે. હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના અંગોનું દાન કરાયું હતું. જેમાં તેનો દાન કરાયેલો હાથ ટ્રાન્સપ્લાન્ટ કરીને મુંબઈની કિશોરીને આપવામાં આવ્યોહ તો. ખભાના સ્તરથી હાથ જોડાયો હોય તેવું આ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. મિસ્ત્રી પરિવારે વ્હાલસોયી દીકરીના હાથ, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓના દાનથી 7ને નવજીવન આપ્યું હતું.
શુ બન્યું હતું
અનંતા અહેમદ હાલમાં મુંબઈમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ 15 વર્ષીય કિશોરી અનંતા અહેમદ 30 ઓક્ટોમ્બર 2022ના રોજ દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11000 કિલોવોટનો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું.
મુંબઈમાં કરાયું ટ્રાન્સપ્લાન્ટ
ંમુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.
માતાપિતાએ માન્યો સંસ્થાનો આભાર
ંડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તે કિશોરી અને તેના માતા-પિતા એ જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરે છે, તેને કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા એક માધ્યમ છે. આ જ રીતે સમાજમાં અંગદાનની વધુને વધુ જનજાગૃતિ ફેલાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી.
Trending Photos