બાપુના જીવનના આ રસપ્રદ કિસ્સાઓથી સમજો 'ફાઈનાન્શિયલ પ્લાનિંગ'ના અચૂક મંત્ર

બાપુના આદર્શ જીવનના દરેક પહેલું માટે પ્રાસંગિક છે, પછી ભલે તે ચરિત્રનિર્માણની વાત હોય,સમાજના ઉત્થાનની કે પછી આત્મ નિરિક્ષણની. તે જ રીતે બાપુનું જીવન તમારા નાણાકીય આદર્શો માટે પણ મદદગાર સાબિત થઈ શકે છે. મહાત્મા ગાંધીજીની 151મી જયંતીના અવસરે અમે તમને જણાવીએ છીએ કે તેમના જીવનમાંથી શું શીખ લઈને તમે તમારા જીવનમાં ફાઈનાન્શિલ પ્લાનિંગ કરી શકો છો. 

નવી દિલ્હી: મહાત્મા ગાંધી અને ફાઈનાન્સ કે ઈન્વેસ્ટમેન્ટ (Finance or Investment) વચ્ચે શું સંબંધ હોઈ શકે છે? તમે કહી શકો કે કઈ નહીં. બાપુ જેમણે આખી જિંદગી ભૌતિકતાવાદથી દૂર રહીને પસાર કરી, તેમના જીવનમાં પૈસાની સીધી કોઈ ભૂમિકા દેખાતી નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે પૈસાનું કોઈ મહત્વ નહતું. બાપુના આદર્શ જીવનના દરેક પહેલું માટે પ્રાસંગિક છે, પછી ભલે તે ચરિત્રનિર્માણની વાત હોય,સમાજના ઉત્થાનની કે પછી આત્મ નિરિક્ષણની. તે જ રીતે બાપુનું જીવન તમારા નાણાકીય આદર્શો માટે પણ મદદગાર સાબિત થઈ શકે છે. મહાત્મા ગાંધીજીની 151મી જયંતીના અવસરે અમે તમને જણાવીએ છીએ કે તેમના જીવનમાંથી શું શીખ લઈને તમે તમારા જીવનમાં ફાઈનાન્શિલ પ્લાનિંગ કરી શકો છો. 

ખોટા ખર્ચા પર લગામ

1/5
image

મહાત્મા ગાંધી જ્યારે કાયદાનો અભ્યાસ કરવા માટે ઈંગ્લેન્ડ ગયા હતા ત્યારે તેમણે સંપૂર્ણ રીતે પોતાની જાતને જેન્ટલમેન બનાવવાનો નિર્ણય લીધો હતો. લંડનના સૌથી ફેશનેબલ અને મોંઘા દરજી પાસે સૂટ સીવડાવ્યા. ઘડિયાળમાં લગાવવા માટે ભારતથી સોનાની દુલડી ચેન પણ તેમણએ મંગાવી હતી. નાચવા-ગાવાની તાલિમ લીધી. સિલ્કની ટોપી પણ ખરીદી. પરંતુ આ દરમિયાન પણ તેઓ પાઈ પાઈનો હિસાબ રાખતા હતાં. એક દિવસ જ્યારે તેમણે પોતાના ખર્ચા વિશે જોયું તો આભાસ થયો કે એશો આરામની ચીજોમાં ખુબ ખોટો ખર્ચો કરી નાખ્યો. તે જ ઘડીએતેમણે નક્કી કર્યું કે આ બધુ બંધ કરી દેશે. તેઓ રહેવા માટેએક નાના રૂમમાં શિફ્ટ થયા. અવર જવર માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શરૂ કરી દીધો અને પોતાની જાતે સાદુ અને સસ્તું ભોજન બનાવવા લાગ્યા. 

જેટલી જરૂર હોય તેટલું જ રાખો

2/5
image

એકવાર ગાંધીજીનું ધોતિયું ક્યાંકથી ફાટી ગયું હતું. કોઈએ તેમને કહ્યું કે બાપુ તમારું ધોતિયું ફાટી ગયુ છે. ગાંધીજી હસ્યા અને સીધા બાથરૂમમાં ગયા. ત્યાં તેમણે પોતાની ધોતીનો એ ફાટેલો ભાગ છૂપાવી દીધો. પાછા ફર્યા અને તે વ્યક્તિને પૂછ્યું કે હવે બતાવો કે ધોતિયું ક્યાંથી ફાટી ગયું છે.  ગાંધીજીની આ મિતવ્યયતા આપણા જીવનની આજની જરૂરિયાત છે. જ્યારે આપણે BUY 2 GET 1 FREEના ચક્કરમાં જરૂરિયાત કરતા વધુ ખરીદી લઈએ છીએ. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે આ દુનિયા બધાની જરૂરિયાતો માટે પર્યાપ્ત છે પરંતુ કોઈ એક લાલચી માટે નહીં. 

નાનું પણ પહેલું પગલું જરૂરી છે

3/5
image

રોકાણને લઈને હંમેશા લોકો વિચારે છે કે પહેલા થોડા પૈસા ભેગા કરી લઉ અને પછી રોકાણ કરીશ. આમને આમ તેઓ રોકાણ કરી શકતા જ નથી અને જ્યારે કરે છે ત્યારે ખુબ સમય વીતી જાય છે. મહાત્મા ગાંધીએ જ્યારે દેશને આઝાદી અપાવવા માટે લડાઈ શરૂ કરી હતી ત્યારે અચાનક જ તેમની પાછળ આખો દેશ નહતો. તેમણે ધીરે ધીરે એક નાની લડત શરૂ કરી અને લોકો તેમા જોડાતા ગયા અને પછી આ લડતે વિશાળ આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધુ. જેણે અંગ્રેજોને દેશમાંથી ખદેડી મૂક્યા.  તમારું રોકાણ નાનું છે કે મોટું તેનો કોઈ અર્થ નથી. તમે શરૂઆત તો કરો...તે મહત્વનું છે. 

અનુશાસનથી જ સફળતા

4/5
image

સાબરમતી આશ્રમમાં તમામ લોકો એક સાથે રસોડામાં બેસીને ભોજન કરતા હતા અને બધાની સાથે ગાંધીજી પણ ખાતા હતા. ભોજનાલયનો એક નિયમ હતો કે જે પણ ભોજન શરૂ થતા પહેલા ભોજનાલયમાં ન પહોંચે તેમણે તેમના વારા માટે વરંડામાં રાહ જોવી પડતી હતી. કારણ કે ભોજન શરૂ થતા જ રસોડાના બારણા બંધ થઈ જતા હતાં. જેથીકરીને સમયસર ન આવનારા લોકો અંદર ન આવી શકે. એક દિવસ ગાંધીજી પોતે પણ મોડા પડ્યા તો રસોડાના બારણા  બંધ હતાં અને તેઓ બહાર ઊભા રહીને રાહ જોવા લાગ્યા. આ જોઈને એક વ્યક્તિ તેમની પાસે આવ્યો અને બોલ્યો કે બાપુ તમારા માટે શું નિયમ છે, તમે અંદર જઈને ખાઈ લો તો ગાંધીજી બોલ્યા કે અનુશાસનનું પાલન કરવું એ બધાની ફરજ છે તો મારી કેમ નહીં. મેં ભંગ કર્યો હોય તો મારે પણ સજા ભોગવવી જોઈએ. 

અનુશાસન હશે તો બધુ જ મેળવી શકાશે

5/5
image

ગાંધીજી કહેતા હતા કે જીવનમાં અનુશાસન હશે તો બધુ જ મેળવી શકાશે. આથી જો તમારા જીવનમાં કોઈ નાણાકીય લક્ષ્યાંક હશે તો તેને હાસલ કરવા માટે અનુશાસન જરૂરી છે. જેમ કે જો તમે રોકાણની શરૂઆત કરી છે તો તેને નિયમિતપણે કરતા રહો, પછી ભલે હાલાત ગમે તે હોય રોકાણ ચાલુ રહેવું જોઈએ.