Instagram ના આ શાનદાર 5 ફીચર વિશે જાણો છો તમે? જે એપને બનાવે છે વધુ મજેદાર
નવી દિલ્હીઃ Instagram પણ હવે યૂઝર્સ વચ્ચે ઘણું પોપ્યૂલર થઈ ગયું છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ રીલ્સ. જેના કારણે કંપની પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સ માટે સમય-સમયે નવા અપડેટ લાવતી રહે છે પરંતુ Instagram પર ઘણા એવા ફીચર છે જેના વિશે યૂઝર્સને ખબર નથી. ત્યારે આજે અમે તમને એવા ખાસ 5 ફીચર વિશે જણાવીશું.
Instagram અકાઉન્ટમાં કરે સ્વિચ
શું તમે જાણો છો કે Instagramમાં બે અકાઉન્ટ હોય તો સરળતાથી પ્રોફાઈલ ફોટો પર ડબલ ટૈપ કરવાથી તેમાં સ્વિચ કરી શકો છો. આ ફીચર તમને ઈન્સ્ટાફીડમાં સૌથી નીચે રાઈટ સાઈડમાં મળશે. જો તમે બેથી વધારે Instagram અકાઉન્ટમાં સ્વિચ કરવા માંગો છો તો તમે પોતાના પ્રોફાઈલ પર થોડીવાર માટે ક્લિક કરીને રાખો. જે બાદ તમને અન્ય અકાઉન્ટ દેખાશે તેમાં તમે સ્વિચ કરી શકો છો.
Most Expensive Homes: મહેલથી ઓછા નથી ભારતના આ સૌથી માોંઘા અને આલીશાન ઘર, જુઓ Photos
Insta સ્ટોરીને કરી શકો છો મ્યૂટ અથવા અનમ્યૂટ
Instagramમાં તમે વ્હોટ્સએપ સ્ટોટસની જેમ Insta સ્ટોરી મૂકી શકો છો. સારી વાત એ છે કે તમે ઈચ્છો તો કોઈ પણ સ્ટોરીને મ્યૂટ અથવા અનમ્યૂટ પણ કરી શકો છો. તેના માટે તમારે તે વ્યક્તિના સ્ટોરીઝ સેક્શનમાં જવાનું રહેશે. જેની સ્ટોરી તમે મ્યૂટ કરવા માગો છો તેની પ્રોફાઈલ ફોટો પર થોડીવાર માટે ટૈપ કરીને હોલ્ડ કરવાથી મ્યૂટનું ઓપ્શન દેખાશે. આ પ્રોસેસથી સ્ટોરીને અનમ્યૂટ પણ કરી શકાય છે.
એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી
મેસેજને કરી શકો છો ફોરવર્ડ
Instagramમાં આ ફીચરને ગયા વર્ષે એડ કરવામાં આવ્યું હતું. અને જેની મદદથી યૂઝર્સ કોઈ પણ મેસેજનો રિપ્લાય કરવાની સાથે જ તેને ફોરવર્ડ પણ કરી શકે છે. કોઈ ખાસ મેસેજનો રિપ્લાય કરવા માટે તે મેસેજ પર ટૈપ પર થોડી વાર હોલ્ડ કરવાનું અને તે બાદ બોટમમાં તમને રિપ્લાય લેબલ જોવા મળશે. જેના પર ક્લિક કરવાથી મેસેજનો રિપ્લાય આવી જશે. મેસેજને ફોરવર્ડ કરવા માટે તે મેસેજ પર ટૈપ કરીને હોલ્ડ કરો અને ત્યાં આપેલા more વિકલ્પ પર ક્લિક કરો જે બાદ તમે મેસેજને ફોરવર્ડ કરી શકશો.
Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય
ઓટોમેટિકલી ગાયબ થઈ જશે ફોટો અને વીડિયો
Instagram પર પણ તમને Disappearing ફીચરની સુવિધા મળે છે. જેની મદદથી ફોટો અને વીડિયો ગાયબ થઈ જશે. જો તમે કોઈ Disappearing ફોટો અથવા વીડિયો મોકલવા માગો છો તો એપમાં ઈનબોક્સ સેક્શનમાં જઈને તેમાં યૂઝરને સિલેક્ટ કરીને મેસેજ મોકલી શકાય છે. જેનાથી તમને View once, Allow once અને Keep in chatમાં કોઈ એકને સિલેક્ટ કરવું પડશે. જણાવી દઈએ કે Disappearing ફીચરના માધ્યમથી મોકલાયેલા ફોટો અને વીડિયો જાતે જ ડિલીટ થઈ જશે.
Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!
રિએક્શન ઈમોજીનો કરો ઉપયોગ
Instagramમાં રિએક્શન ઈમોજીનો પણ વિકલ્પ છે જેનો ઉપયોગ કરીને તમે રિએક્શને મજેદાર બનાવી શકો છો. કેમ કે, ઘણી વખત શબ્દોથી વધારે ઈમોજીની અસર થાય છે અને રિએક્શન માટે તેનો વધુ ઉપયોગ થાય છે. Instagramમાં જો તમે કોઈ પોસ્ટ પર ઈમોજી રિએક્શન આપવા માગો છો તો તે પોસ્ટ પર ટૈપ કરીને હોલ્ડ કરો. બસ પછી આપમેળે ઈમોજીનો વિકલ્પ તમારી સામે આવી જશે.
સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'
Trending Photos