એક સાથે દસ બાળકોના પિતા બનવા માટે પતિએ પોતાની જ પત્ની સાથે કરી છેતરપિંડી? તમે પણ ચોંકી જશો

તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં Gosiame Thamara Sithole નામની મહિલાએ 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. મહિલાના આ દાવાને વર્લ્ડ રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

Johannesburg: 10 બાળકોના જન્મની બાબતમાં એક નવો વળાંક આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ આવીને કહ્યું કે, પતિએ છેતરપિંડી કરીને અને તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધીને આ બાળકોને જન્મ આપ્યો છે.
 

કેસમાં આવ્યો નવો ટ્વીસ્ટ

1/5
image

દરમિયાન, આ કેસમાં નવો વળાંક આવ્યો છે. એક મહિલા Sibongile Gxekwaએ દાવો કર્યો છે કે, Gosiame Thamara Sitholeનાં ક્યારેય લગ્ન નથી થયા. Sibongileએ દાવો કર્યો છે કે, જે વ્યક્તિથી Gosiameને બાળકો પેદા થયા છે, તે વ્યક્તિ તેનો પતિ છે. સાથે જ Sibongileએ એમ પણ કહ્યું કે, બંને વચ્ચે છૂટાછેડા નથી.

 

પતિએ ગર્લફ્રેન્ડને પ્રેગ્નેન્ટ કરી

2/5
image

Sibongile Gxekwaએ જણાવ્યું કે, તેનો પતિ Teboho Tsotetsi મોટેભાગે રાતના સમયે ઘરની બહાર રહેતો હતો. તે જાણી ચૂકી હતી કે, પતિને એક્સ્ટ્રા મૈરિટલ અફેર ચાલે છે. સાથે જ વાત-વાતમાં એમ પણ ખબર પડી ગઈ હતી કે, Teboho Tsotetsiએ ગર્લફ્રેન્ડને પ્રેગ્નેન્ટ કરી છે અને તે પ્રેમિકા (Gosiame Thamara Sithole) પાસેથી એકસાથે 8 બાળકનાં જન્મની અપેક્ષા રાખે છે.

 

Tebohoએ પતિને છીનવી લીધો

3/5
image

Sibongileએ કહ્યું કે, જ્યારે તેણે આ વાત Teboho Tsotetsiનાં પરિવાર સાથે કરી, તો પરિવારજનો પણ તેની(Teboho Tsotetsi) વિરુદ્ધ થઈ ગયા. પરિવારનાં સભ્યોની નારાજગીને જોતા Teboho Tsotetsi મને છોડીને પોતાની ગર્લફ્રેન્ડ Gosiame સાથે રહેવા માટે Pretoria પહોંચી ગયા. Sibongileએ કહ્યું કે, Teboho મારો પતિ છે. જેને Gosiameએ છીનવી લીધો છે.

પતિએ આપ્યા ચૂપ રહેવાના આદેશ

4/5
image

Sibongile કહે છે કે, તેણે સંબંધોમાં છેતરપિંડી કરવા બદલ પતિ Teboho સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ આખા મામલાને મીડિયા સમક્ષ લઈ જવાની ધમકી આપી હતી. જ્યારબાદ પતિએ તેને સમગ્ર મામલે ચૂપ રહેવાનો આદેશ કર્યો હતો. સાથે જ કહ્યું હતુ, કે તે મીડિયા સામે કંઈપણ બોલશે તો તેને જીવથી મારી નાંખવામાં આવશે.

10 બાળકોના જન્મનો દાવો સાબિત થયો નથી

5/5
image

આપને જણાવી દઈએ કે, Gosiameએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોવાનો દાવો કર્યો હતો. જ્યારબાદ બાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, જ્યારે દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગે આ બાબતની તપાસ કરી ત્યારે, તેમને ન તો તેમને કોઈ બાળકો મળ્યા, કે નથી હોસ્પિટલમાં એવી કોઈ માતા મળી જેણે આટલા બાળકોને જન્મ આપ્યો હોય. આ તમામ વાતોને ધ્યાનમાં લીધા વગર Gosiame કહે છે કે, સમય આવશે ત્યારે પોતે તે 10 બાળકોને વિશ્વ સમક્ષ રજૂ કરશે.